મુંબઈ મહાનગરપાલિકાના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાતો અને લગભગ ૬,૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલા ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ અતંર્ગત દાદાસાહેબ ફાળકે ચિત્રનગરીમાં ટનલ ખોદવામાં આવવાની છે. ટનલ ખોદવા માટે ટનલ બોરિંગ મશીન (ટીબીએમ)ના પૂર્જા જાપાનથી ૭૭ કન્ટેનરમા તબક્કાવાર મુંબઈ આવી ગયા છે અને તેને હવે જોડવાનું કામ હાથ ધરાશે.
બીજા ટીબીએમ પૂર્જા ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં મુંબઈમાં દાખલ થઈ જશે અને એ બાદ ૧૪.૫ મીટરના વ્યાસની ટ્વિન ટનલનું ખોદકામ ચાલુ કરવામાં આવવાનું છે.પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે ટીબીએમના તમામ ભાગ સાઈટ પર પહોંચી ગયા છે અને હવે તેને સાઈટ પર જોડવાનું કામ હાથ ધરાશે.

જેને લગભગ ચારેક મહિનાનો સમય લાગી શકે છે. આ દરમ્યાન ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં આવી જશે. આ ટ્વિન ટનલ જમીનથી ૨૦થી ૧૬૦ મીટર ઊંંડાઈએ હશે અને તેમાં દર ૩૦૦ મીટરના અંતરે ક્રોસ-પૅસેજ હશે. ટેકરીઓ, જંગલ વિસ્તારો અને ખેતીની જમીન સહિત નેશનલ પાર્કમાં પર્યાવરણીય રીતે સંવેદનશીલ અને ભૌગોલિક રીતે જટિલ જમીનની નીચેથી આ ટનલ પસાર થશે અને તેનું ખોદકામ ટીબીએમથી ફિલ્મસિટી ખાતે લોન્ચિંગ શાફ્ટથી કરવામાં આવવાનું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
