મહાવીરના ઉપદેશો અને અહિંસાના સંદેશને જનજન સુધી પહોંચાડવા માટે દક્ષિણ મુંબઈમાં રવિવારે જૈન સંઘોની વિશાળ રથયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ.
સવારે 8:30 વાગ્યાથી પ્રારંભ થયેલી આ રથયાત્રા ભગવાન મહાવીરના અદ્વિતીય શાસનમાં આગમ આધારિત ધર્મશાસ્ત્રો અને તેમના અનુસંધાન મુજબ આરાધના કરતા જૈન સંઘો દ્વારા આયોજિત ભવ્ય મહારથયાત્રા શ્રીપાલ નગર, ચંદનબાલા, મલબાર હિલથી પ્રારંભ થઈ ચોપાટી, સુખસાગર, ગીરર્ગાંવ, ખેતવાડી, સી.પી.ટેન્ક માર્ગે પસાર થઈ શીતલબાગ ભવન્સ ધરમ પેલેસ ઓપેરાહાઉસ હરકિશન સી.પી. ટેન્ક *મોતીશા લાલબાગ ભૂલેશ્વર સ્થિત *મોતીશા લાલબાગ જૈન મંદિર ખાતે પૂર્ણ થઈ.

આ રથયાત્રામાં તપાગચ્છના સૌથી વિશાળ સમાજ સૂરિરામચંદ્ર ગચ્છ સાથે અમૃત-શાંતિચન્દ્ર સમુદાયવર્તી* સૂરિવર, દક્ષિણ મુંબઈમાં ચાતુર્માસ માટે વિરાજમાન અનેક પ્રખ્યાત આચાર્યગણ,, પંન્યાસજી, ગણિવર્ય તથા મુનીવર વિશાળ સંખ્ય શ્રમણ-શ્રમણી ભગવંતો અને 300થી વધુ તપસ્વી ગુરુ ભગવંતો સાધ્વી ભગવંતો એ ભાગ લીધો હતો.
સંપૂર્ણ માર્ગ પર પ્રભુભક્તિ, ગુરુવંદન અને સામૂહિક આરાધના સાથે વાતાવરણ આધ્યાત્મિક રંગમાં રંગાઈ ગયું. આ રથયાત્રા જૈન સમાજની એકતા અને સંસ્કૃતિનું અદભૂત ઉદાહરણ બની. આ રથયાત્રાનું આયોજન મુંબઈના વિવિધ જૈન સંઘો અને આરાધકો દ્વારા કરવામાં આવ્યું હતું, જેના દર્શન માટે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો. હતો.
આ અવસરે શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સંઘના ઉપપ્રમુખ શ્રી સંજય જીવનલાલ શાહ અને મહિલા વિભાગની ઉપપ્રમુખ શ્રીમતી અલ્પાબેન સંજય શાહ, નિર્મલ જૈન, નરેન્દ્રભાઈ જૈન, નિતિન લખાણી, જૈન ટ્રસ્ટીઓ, સંઘના સભ્યો અને મહાનુભાવો, ધર્મપ્રેમીઓ અને સંસ્થા સભ્યો હાજર રહ્યા.

સમાજના અનેક શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં ભાગ લઈને આ ઐતિહાસિક મહારથયાત્રાને વધુ ભવ્ય બનાવી.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
