ડાયાબિટીસ હોય તેમણે ફળ પણ સમજી વિચારીને ખાવા જોઈએ. કેટલાક ફળ બ્લડ શુગર વધારી શકે છે. આજે તમને એવા ફળ વિશે જણાવીએ જે ડાયાબિટીસ ફ્રેન્ડલી ગણાય છે. આ ફળ ખાવાથી બ્લડ શુગર સ્પાઈકનું જોખમ ઓછું રહે છે.
ડાયાબિટીસ અને પ્રિ ડાયાબિટીસ દર્દીઓની સંખ્યા દેશ અને દુનિયામાં ઝડપથી વધી રહી છે. ડાયાબિટીસ પહેલાની સ્થિતિને પ્રિ ડાયાબિટીસ કહેવાય છે. પ્રિ ડાયાબિટીસ એ સ્થિતિ છે જ્યારે લોહીમાં ગ્લુકોઝનું સ્તર સામાન્ય કરતાં થોડું વધારે હોય. પરંતુ ડાયાબિટીસ જેટલું ન હોય. પ્રિ ડાયાબિટીસને લાઈફ સ્ટાઈલ અને આહારમાં ફેરફાર કરીને તેને રિવર્સ કરી શકાય છે. જો પ્રિ ડાયાબિટીસમાં જરૂરી વાતોનું ધ્યાન રાખવામાં ન આવે તો તે ટાઈપ ટુ ડાયાબિટીસ બની જાય છે. એક વખત ડાયાબિટીસ થઈ જાય તો તેના કારણે ગંભીર રોગનું જોખમ પણ વધી જાય છે.

ઘણા લોકો એવું માને છે કે ડાયાબિટીસમાં ફળ ખાવાનું બંધ કરી દેવું જોઈએ. પરંતુ ડાયાબિટીસમાં ફળ ખાઈ શકાય છે. બસ એવા ફળ પસંદ કરવા જરૂરી છે જેનાથી બ્લડ સુગર સ્પાઇક ન થાય. ફાઇબર, વિટામીન અને એન્ટિ ઓક્સિડન્ટથી ભરપૂર ફળ ખાવા શરીર માટે ફાયદાકારક છે અને તે ડાયાબિટીસ મેનેજ પણ કરે છે.
ઘણી રિસર્ચમાં પણ સાબિત થયું છે કે લો ગ્લાઇસેમિક ઇન્ડેક્સવાળા ફળ ખાવાથી લાભ થઈ શકે છે. આવા ફળનું સેવન કરવાથી ડાયાબિટીસનું જોખમ પણ. આજે તમને 5 એવા ફળ વિશે જણાવીએ જેને ડાયાબિટીસના દર્દીઓ ચિંતા વિના ખાઈ શકે છે. આ ફળ ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં પણ રહે છે અને શરીર હેલ્ધી રહે છે.
સફરજન
સફરજનમાં પેકટીન નામનું સોલ્યુએબલ ફાઇબર હોય છે. જે સુગરનું અવશોષણ સ્લો કરે છે.સફરજન ને છાલ સાથે ખાવાથી શરીરને ફાઇબર મળે છે અને બ્લડ સુગર સ્પાઇકનું જોખમ પણ ઓછું હોય છે. સફરજન ડાયાબિટીસના રોગીઓ માટે સુરક્ષિત ફળ છે.
ચેરી
ચેરી એન્ટી ઓક્સીડન્ટ અને વિટામીન સી થી ભરપૂર હોય છે. ચેરીમાં પણ ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે તેથી તે બ્લડ સુગર ને ઝડપથી વધારતી નથી. જમ્યા પછી ચેરી ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ પણ મળે છે.

સ્ટ્રોબેરી
સ્ટ્રોબેરી એવું ફળ છે જેમાં ફાઇબર પાણી અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેમાં નેચરલ સુગર ઓછું હોય છે. સ્ટ્રોબેરી ખાવાથી શુગર અને વજન બંને કંટ્રોલ કરવામાં મદદ મળે છે કારણ કે તેમાં કેલેરી પણ ઓછી હોય છે.
નાસપતિ
નાસપતિ ફાઇબરથી ભરપૂર હોય છે તેને છાલ સાથે ખાવાથી બ્લડ સુગર નોર્મલ રાખવામાં મદદ મળે છે. નાસપતિમાં પોટેશિયમ પણ હોય છે જે હાર્ટ હેલ્થ સુધારવામાં મદદ કરે છે.
ખાટા ફળ
ડાયાબિટીસના દર્દીઓ બ્લડ સુગર કંટ્રોલ કરવા માટે ખાટા ફળનું સેવન પણ કરી શકે છે. સંતરા, મોરંબી, લીંબુ અને અન્ય ખાટા ફળ વિટામીન સી અને ફાઇબરથી ભરપૂર હોય છે જે ઈમ્યુનિટી બુસ્ટ કરે છે અને સુગર ઝડપથી વધારતા નથી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
