મુંબઈના ઉપનગરીય રેલવે માર્ગ પર આધુનિકીકરણ માટે એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. મુંબઈ રેલવે વિકાસ મહામંડળ તરફથી 2856 એસી વંદે મેટ્રો (ઉપનગરીય) ડબ્બાની ખરીદી અને લાંબા ગાળાના મેઈનટેનન્સ માટે ઈ-ટેંડર જારી કરવામાં આવ્યા છે. આ ટ્રેન 12, 15 અને 18 ડબ્બાની રચનામાં ઉપલબ્ધ થશે. તેથી પ્રવાસી ક્ષમતા, સગવડ અને સુરક્ષામાં મોટા પ્રમાણમાં વધારો થશે.
અત્યારે મુંબઈની મોટા ભાગની લોકલ 12 ડબ્બા સહિત ચલાવવામાં આવે છે. 15 ડબ્બાવાળી ગણતરીની લોકલની જ ફેરીઓ ચલાવવામાં આવી રહી છે. ભવિષ્યમાં પ્રવાસીઓની માગણી પૂરી કરવા અને ગિરદી ઓછી કરવા 15 ડબ્બાની લોકલ ફેરીઓ અને જરૂરિયાત અનુસાર 18 ડબ્બાની લોકલનો સમાવેશ કરવામાં આવશે.

6 સપ્ટેમ્બર 2025ના મુંબઈ નાગરી પરિવહન પ્રકલ્પ (એમયુટીપી) ફેઝ 3 અને 3એ અંતર્ગત ટેંડર જારી કરવામાં આવ્યા છે. આધુનિક વંદે મેટ્રો ડબ્બા પૂરા પાડવા સહિત આગામી 35 વર્ષ સુધી એના મેઈનટેનન્સ પર ભાર મૂકવામાં આવ્યો છે. મધ્ય રેલવેના ભિવપુરી અને પશ્ચિમ રેલવેના વાણગાવ ખાતે બે અત્યાધુનિક મેઈનટેનન્સ અને રિપેરીંગ ડેપો વિકસિત કરવામાં આવશે.
ટેંડરની રજૂઆત 8 ડિસેમ્બરથી શરૂ થશે અને ટેંડર ખોલવાની તારીખ 22 ડિસેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે. આ ટેંડર મેક ઈન ઈન્ડિયા ધોરણ અનુસાર અમલમાં મૂકવામાં આવશે જેથી દેશ અંતર્ગત ઉત્પાદન અને ટેકનોલોજીનો મોટા પ્રમાણમાં સમાવેશ થશે.
2856 વંદે મેટ્રો (ઉપનગરીય) ડબ્બાઓની ખરીદી મુંબઈની પરિવહન પાયાભૂત સુવિધામાં એક મોટો બદલાવ લાવશે. 12, 15 અને 18 ડબ્બાની વધુ લાંબી, ઝડપી અને સુરક્ષિત રેક શરૂ કરીને ગિરદી ઓછી કરવી તેમ જ સમયસર લોકલ સેવા અને પ્રવાસી સુરક્ષિતતા સુનિશ્ચિત કરશે.

ઓટોમેટિક દરવાજા, આધુનિક ટેકનિકલ વિશિષ્ટતા અને વૈશ્વિક દરજ્જાની મેઈનટેનન્સ મદદ જેવી આધુનિક સુવિધાઓ સહિત એમઆરવીસી લાખો રોજિંદા પ્રવાસીઓની અપેક્ષા પૂરી કરતી ઉપનગરીય ટ્રેન આપવા કટીબદ્ધ છે એમ એમઆરવીસીના અધ્યક્ષ અને વ્યવસ્થાપકીય સંચાલક વિલાસ વાડેકરે જણાવ્યું હતું.
વંદે મેટ્રો ડબ્બાની ખાસિયત એસી ડબ્બાઓવાળી આ રેક પૂર્ણપણે વેસ્ટિબ્યુલ્ડ પ્રકારની હશે. વધુ સ્પીડ અને બ્રેકિંગ ક્ષમતા હોવાથી સમયસર દોડનારી હશે. સુરક્ષા માટે ઓટોમેટિક દરવાજા બંધ થાય એવી સિસ્ટમ ટ્રેનમાં હશે. અંદરની સજાવટ આધુનિક હોવા સાથે બેસવાની સીટ નરમ હશે. ડબ્બામાં મોબાઈલ ચાર્જિંગ પોઈંટ અને માહિતી આપતી સિસ્ટમ લગાડવામાં આવશે.
આ ટ્રેનની ક્ષમતા કલાકના 130 કિલોમીટરની હશે. એમાં બંને છેડે વિક્રેતાઓ માટેના ડબ્બા એટલે કે લગેજ કમ્પાર્ટમેંટ (સ્વતંત્ર એસી ડક્ટ સહિત) હશે. ડબ્બામાં ઉચ્ચ ક્ષમતાના એચવીસી હોવાથી મુંબઈના હવામાનમાં પ્રવાસ હંમેશા આરામદાયક થશે.

વૈશ્વિક દરજ્જાની સુરક્ષા સિસ્ટમ હશે જેમાં સુધારેલી બ્રેકિંગ અને પ્રવાસી પ્રવાહ ડિઝાઈનનો સમાવેશ કરવામાં આવશે. કરાર થયા પછી લગભગ બે વર્ષમાં પ્રથમ પ્રોટોટાઈપ રેક મુંબઈમાં દાખલ થશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
