વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સ્વદેશી વસ્તુઓનો વપરાશ કરવા અંગેના અનુરોધના પ્રતિસાદરૂપે દેશના અગ્રણી વ્યાપારી અને ગ્રાહક સંગઠનોએ “રાષ્ટ્રીય સ્વદેશી અભિયાન” શરૂ કરવાની ઘોષણા કરી છે, જેની શરૂઆત 15 અને 16 સપ્ટેમ્બરના નાગપુર ખાતે આયોજિત બે દિવસની “વ્યાપારી જુટાન” કાર્યક્રમમાં ભારતભરમાંથી હાજર રહેલા વેપારીઓએ વેપાર અને વેપારીઓ સંબંધિત વિવિધ વિષયો પર ગંભીરતાથી મંથન કર્યું હતું, જેમાં હાજર વેપારી અગ્રણીઓએ દેશની અર્થવ્યવસ્થાને આગળ વધારવા અનેક સુઝાવ આપ્યા હતા અને દરેક એક જ નિષ્કર્ષ પર પહોંચ્યા હતા કે આપણા દેશમાં બનેલી વસ્તુઓને આગળ વધારવી જોઈએ. ભારતમાં સ્વદેશી માલનો જ ઉપયોગ થવો જોઈએ એને એજ સંકલ્પ સાથે આ રાષ્ટ્રીય કાર્યક્રમ સંપન્ન થયો હતો.

નાગપુર ખાતેની વેપારી પરિષદમાં વિગતવાર ચર્ચા કરી વેપારીઓ એક જ નિષ્કર્ષ કાઢી એક જ સંયુક્ત મતથી સંકલ્પ કરી ઘોષણા કરી કે આવી જ રીતે દેશના દરેક પ્રાંતમાં જિલ્લા સ્તર પર “વ્યાપારી જુટાન ” કાર્યક્રમનું આયોજન કરી દરેક શહેર અને ગામડા સુધી યોજના બદ્ધ રીતે આ કાર્યક્રમનો પ્રચાર કરવામાં આવશે અને આ કાર્યક્રમ “સ્વદેશી સ્વાવલંબી ભારત અભિયાન” અંતર્ગત ચલાવવામાં આવશે.આ હેતુની પૂર્તિ માટે એક કમિટીની નિમણૂક કરવામાં આવશે જે વિસ્તારપૂર્વક વિચારણા કરી આખા દેશભરમાં સ્વદેશી સંકલ્પ યાત્રા અને સ્વદેશી મેળાનું આયોજન કરશે.
હાલમાં સોશિયલ મિડિયાના થતા ઉપયોગને ધ્યાનમાં લઇ ડિજિટલ સ્વદેશી માટે દિલ્લીમાં કેન્દ્રીય કાર્યાલય બનાવવામાં આવશે. આ સમસ્ત અભિયાન માટે લાગનાર ધનરાશિ એકત્ર કરવા માટે સ્વદેશી વ્યાપાર કોષનું પણ નિર્માણ કરવામાં આવશે. ઓનલાઇન વેપારને કારણે વેપારીઓને પડતી મુશ્કેલીઓ ને ધ્યાનમાં રાખી ઈ-કોમર્સ કંપનીઓ ઉપર નિયામક રાખવા જરૂરી હોવાથી સરકાર સમક્ષ એ-કોમર્સ કંપનીઓ માટે નિયામક આયોગ બનાવવા માટે રજુઆત કરવામાં આવશે.

સંકલ્પ આગળ વધારવા યોજના “વ્યાપારી જુટાન “ કાર્યક્રમમાં ભારતીય ઉદ્યોગ, વ્યાપાર મંડળ, કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ – CAIT, સ્વદેશી જાગરણ મંચ, અને અન્ય સંસ્થાઓ સાથે ધી ગ્રેન, રાઈસ એન્ડ ઓઇલસીડ્સ મર્ચન્ટ્સ એસોસિયેશન – ગ્રોમા ના પ્રમુખ ભીમજીભાઈ ભાનુશાલીએ હાજર રહ્યા હતા. આ સમગ્ર સંકલ્પને આગળ વધારવા માટેની યોજના બનાવવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની નિમણૂક કરવામાં આવશે, એમ ભીમજીભાઈ ભાનુશાલીએ જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
