મુંબઈ મહાપાલિકાના મહત્વકાંક્ષી પ્રકલ્પ કોસ્ટલ રોડ (દક્ષિણ) પ્રકલ્પનો ખર્ચ અંતિમ તબક્કા સુધી 14 હજાર 771 કરોડ રૂપિયા પર પહોંચ્યો છે. શરૂઆતમાં એના માટે 12 હજાર 721 કરોડ રૂપિયાના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. બાંધકામમાં ફેરફાર, અતિરિક્ત કામ અને કરના ભારના લીધે ખર્ચમાં લગભગ 2 હજાર 58 કરોડ રૂપિયાનો વધારો થયાનું જણાયું છે.
મુંબઈ મહાપાલિકાનો કોસ્ટલ રોડ પ્રકલ્પ લગભગ પૂરો થયો છે. આ રોડ તબક્કાવાર વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવી રહ્યો છે. પ્રિન્સેસ સ્ટ્રીટ ફ્લાયઓવરથી બાન્દરા-વરલી સીલિન્ક સુધીનો આ રોડ મુંબઈના વાહનવ્યવહારને ઘણી રાહત આપતો બન્યો છે.

વરલીમાં બે થાંભલા વચ્ચેનું અંતર 120 મીટર કરીને જળપરિવહન માટે માર્ગ ખુલ્લો કરવા સિંગલ પિલરના આધારે બાંધકામ કરવામાં આવ્યું. એના લીધે 922.92 કરોડ રૂપિયા ખર્ચ વધ્યો. તેથી કુલ ખર્ચ 13,983.83 કરોડ રૂપિયા પર પહોંચ્યો.
એ પછી સમુદ્રકિનારે નવા ટેટ્રાપોડના કામના લીધે આ પ્રકલ્પના ખર્ચમાં 46.27 કરોડ રૂપિયાનો વધારો થયો એટલે કુલ ખર્ચ 14030.10 કરોડ રૂપિયા પર પહોંચ્યો. જીએસટીના કારણે 339.32 કરોડ રૂપિયા અને અમરસન્સના બદલે હાજીઅલી ખાતે પાર્કિંગ લોટ બાંધવાથી 749.29 કરોડ રૂપિયા ખર્ચ વધ્યો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
