શ્રી મુલુંડ તરૂણ મિત્ર મંડળ અને સહયોગી સંસ્થા શ્રી આયૅ નિવાસ ટ્રસ્ટ દ્વારા આયોજીત સળંગ ૧૪ મી રક્તદાન શિબિરનું આયોજન તારીખ ૧૪મી સપ્ટેમ્બર ૨૦૨૫ રવિવારે સવારના ૯.૦૦ થી ૫.૩૦ વાગ્યા સુધી એક રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે. સ્થળ આર્ય નિવાસ ટ્રસ્ટ (એ.સી. હોલ) વિકાસ સેન્ટર, ૬ કે માળે, નેતાજી સુભાષ કોર્નર સેવારામ લાલવાની રોડ, બજાજ ફાઈનાન્સ ઓફિસ ની ઉપર, મુલુંડ રેલ્વે સ્ટેશન ની ૨ મીનીટ ના અંતરે, મુલુંડ વેસ્ટ આ શિબિર ના મુખ્ય દાતા માતૃશ્રી વિમળાબેન લીલાધર વીરજી દેઢિયા ગામ દેઢિયા હાલે મુલુંડ હસ્તે જગદીશભાઈ લીલાધર દેઢિયા છે. ગયા વખતે ૧૯૦ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું મુખ્ય મહેમાન તરીકે શ્રી જગદીશભાઈ લીલાઘર દૈઢિયા.

આયૅ નિવાસ ટ્રસ્ટ ના શ્રી તુલસીદાસભાઈ પોપટ તથા સંદીપભાઈ પોપટ પધારશે સાથે આમંત્રિત મહેમાનો માં તરુણ મિત્ર મંડળ ના ઇલેક્શન નહીં પરંતુ સિલેકશન પદ્ધતિ થી મેમ્બરો દ્વારા સિલેક્ટ કરાયેલ પ્રતિનિધિઓ માં શ્રી મનિષ ભાઈ હૈનિયા, શ્રી વિરેન્દ્ર ભાઈ ગડા, શ્રીમતી કોમલ બેન ગડા, શ્રી મનોજભાઈ પારેખ,શ્રી કલ્પેશભાઈ સાવલા, શ્રી અશોકભાઈ ગાલા, ડો. પ્રાગજીભાઈ વાજા સાથે કરછી લોહાણા સમાજ સમાજસેવક હીરાલાલ ભાઈ મૃગ, ગુર્જરભૂમિના એડીટર શાંતિભાઈ, આનંદ ક્લાસિસના લાલજી સર, શ્રી સારસ્વત વાડી ના ટ્રસ્ટી રાહુલ ભાઈ જોશી અને અમિત ભાઈ જોશી સાથે અંકીતા ડેકોરેટરના શ્રી જીતુભાઈ રાયકુનડીયા, આ પ્રમાણે મહાનુભાવો પધારશે. દીપ પ્રાગટ્ય સમય સવારના ૧૦.૦૦ કલાકે રહેશે. આ પ્રોગ્રામ નું સંચાલન હેમાલી બેન ગાલા કરવાના છે. રક્ત મેળવવા માટે ફોન નંબર ૭૨૦૮૨૦૧૯૧૯ (૨૪X૭) છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
