મીરા ભાયંદરના 15 લાખ નાગરિકો, મુંબઈ- ગુજરાતથી અવરજવર કરતાં વાહનોને રાહત આપતાં દહિસર ટોલ નાકું હવે બે કિમી દૂર વર્સોવા પુલ સામે નર્સરી નજીક સ્થળાંતર કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય રાજ્ય સરકાર દ્વારા મંગળવારે લેવામાં આવ્યો હતો.ટ્રાફિકજામ સાથે વાહનોનું પ્રદૂષણ પણ તેને કારણે ઓછું થશે, ઈંધણની બચત થશે. દિવાળી પૂર્વે સ્થળાંતરનું કામ પૂર્ણ કરાશે, એમ પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું. આ પૂર્વે ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદેની આગેવાનીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી.
આ નિર્ણયથી મીરા ભાયંદરના 15 લાખ સ્થાનિક નાગરિકો, મુંબઈ- ગુજરાત વચ્ચે અવરજવર કરતા હજારો વાહનોને રાહત થશે. ખાસ કરીને પ્રવાસનો સમય અડધાથી એક કલાક ઓછો થશે. હાલમાં દહિસર ટોલ નાકાને કારણે ભારે ટ્રાફિકજામ સર્જાતો હતો, જેથી વારંવાર આ ટોલ નાકું હટાવવાની માગણી થતી હતી. હાલમાં નાનાં વાહનોને આ ટોલ નાકા પર ટોલ માફી અપાઈ છે, પરંતુ તે છતાં અન્ય ભારે સહિતનાં વાહનોને કારણે નાનાં વાહનોને પણ અટવાઈ રહેવું પડતું હતું, જે સમસ્યા હવે દૂર થશે એવી અપેક્ષા છે.

ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ આપેલા નિર્દેશ અનુસાર મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ મહામંડળ આ અંગેનો પ્રસ્તાવ નેશનલ હાઈવે ઓથોરિટીને મોકલશે, જે પ્રસ્તાવ કેન્દ્રીય વાહનવ્યવહાર મંત્રાલય દ્વારા મંજૂર કર્યા પછી સ્થળાંતરની પ્રક્રિયા શરૂ કરાશે. આ માટે એકથી દોઢ મહિનો લાગશે. દિવાળી પૂર્વે આ કામ પૂર્ણ કરવાનો પ્રયાસ રહેશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
