આશાપુરા માતાના મુખ્ય અને મૂળ મંદિર કચ્છના માતાના મઢમાં સમગ્ર ગુજરાત અને મુંબઈથી લાખો ભક્તો માતાનાં દર્શન કરીને આશીર્વાદ લેવા આખું વર્ષ ઊમટે છે ત્યારે નવરાત્રિનો મહિમા જુદો હોવાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિના પહેલા નોરતે માતાના આશીર્વાદ લેવા આજે થાણેના પોખરણ રોડ પરના દેવદયાનગરમાં આવેલા શ્રીરામ મંદિરથી ૭૦ યુવાનો સાઈકલયાત્રા કરીને માતાના મઢ જવા માટે નીકળશે. આશરે ૧૦૦૦ કિલોમીટર દૂર આવેલા ભુજના આશાપુરા મંદિર પહોંચતાં તેમને ૮ દિવસ લાગશે. આ સાઇક્લયાત્રીઓને સપોર્ટ આપવા તેમની સાથે બીજા ૩૦ લોકો જોડાશે. આમ શ્રી અંબાજી ગ્રુપ સાઇક્લ યાત્રા (થાણે)ના ૧૦૦ સભ્યો આ યાત્રામાં જોડાશે.

મા આશાપુરાના સ્થાનક માતાના મઢ ખાતે શીશ નમાવવા માટે દર વર્ષે નવરાત્રિ સમયે અમારું ગ્રુપ સાઇકલ પર જતું હોય છે એમ જણાવતાં શ્રી અંબાજી ગ્રુપ સાઈકલ યાત્રા (થાણે)ના હીરાભાઈ વાવિયાએ કહ્યું હતું કે ‘માઁ જગદંબાના દરબારમાં લોકો દૂર-દૂરથી દર્શન કરવા આવે છે. માતાના દિવ્ય દરબારમાં ભક્તોની આખું વર્ષ ભીડ જોવા મળે છે. લોકોમાં એવી શ્રદ્ધા છે કે કોઈ પણ માનતા માનવામાં આવે તો માતા તેમની મનોકામના પૂરી કરે છે. અમારા ગ્રુપના મેમ્બરો પણ છેલ્લાં ૧૫ વર્ષથી સતત માતાજીના પહેલા નોરતે દર્શન કરવા થાણેથી સાઈકલયાત્રા કરીને માતાના મઢ પહોંચે છે. આજે સવારે તમામ સાઈકલસવારો શ્રીરામ મંદિર પહોંચશે. માતાજીની આરતી કર્યા પછી મોટેરાંના આશીર્વાદ લઈને અમે આશાપુરા મંદિર જવા નીકળીશું.’

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
