સલમાન ખાનની ફિલ્મ ‘દબંગ’ વર્ષ 2010માં રિલીઝ થઈ હતી. તેનું ડાયરેક્શન અભિનવ કશ્યપે કર્યું હતું, જે અનુરાગ કશ્યપનો ભાઈ છે. રિલીઝ થયા પછી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર રહી છે. હવે અભિનવ કશ્યપે ફરી એકવાર સલમાન ખાન અને તેના પરિવાર સાથેના પોતાના મતભેદો વિશે ખુલ્લેઆમ વાત કરી છે. તેણે આરોપ લગાવ્યો છે કે તેણે ‘દબંગ 2’નું દિગ્દર્શન કરવાનો ઇનકાર કર્યો હતો, ત્યારબાદ તેની વિરુદ્ધ કાવતરું ઘડવામાં આવ્યું હતું અને તેની કારકિર્દી બરબાદ કરવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી.
સ્ક્રીન સાથેની એક મુલાકાતમાં અભિનવ કશ્યપે સલમાન ખાન સાથેના પોતાના અનુભવ વિશે ખુલીને વાત કરી. તેણે કહ્યું, ‘સલમાન ક્યારેય કોઈ પણ બાબતમાં સામેલ થતો નથી. તેને એક્ટિંગમાં કોઈ રસ નથી અને છેલ્લા 25 વર્ષથી નથી. તે ફક્ત એક અહેસાન સમજીને શૂટિંગ પર આવે છે. તેને ફક્ત સેલિબ્રિટી પાવરમાં રસ છે પણ અભિનયમાં કોઈ રસ નથી. તે ગુંડો છે.’

અભિનવ કશ્યપે આરોપ લગાવ્યો કે સલમાન ખાન અસંસ્કારી અને બદલો લેનાર છે. તેણે કહ્યું, ‘તે (સલમાન ખાન) બોલિવૂડમાં સ્ટાર સિસ્ટમનો બાપ છે. તે એક ફિલ્મી પરિવારમાંથી આવે છે જે છેલ્લા 50 વર્ષથી ઇન્ડસ્ટ્રીમાં છે. તે તે સિસ્ટમને આગળ લઈ જઈ રહ્યો છે. આ લોકો બદલાની ભાવનાથી કામ કરે છે. તેઓ આખી સિસ્ટમને નિયંત્રિત કરે છે. જો તમે તેમની સાથે સહમત ન હોવ, તો તેઓ તમને નિશાન બનાવે છે.’

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
