અનંત ચતુર્દશીના દિવસે દેશભરમાં વાજતેગાજતે ગણપતિ બાપ્પાનું ધામધૂમથી વિસર્જન કરવામાં આવ્યું. 10 દિવસ સુધી ઘરે ઘરે અને પંડાલોમાં બિરાજમાન વિઘ્નહર્તાની ઢોલ-તાશ અને ડીજેના તાલથી બાપ્પાને ભારે હૃદયે વિદાય આપી હતી, જ્યાં મોટા ભાગના મંડળોએ બાપ્પાની વિદાય આપી દીધી છે.
મુંબઈથી લઈ ગુજરાતમાં સુરત, હૈદરાબાદ વગેરે શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જ્યાં લાખો ભક્તો અબીલ-ગુલાલના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. મુંબઈમાં લગભગ 1.80 લાખ મૂર્તિના વિસર્જન કરવાની હતી, જેમાં 6,500 મોટા મંડળ અને 1.75 લાખ ઘરગથ્થું મૂર્તિનો સમાવેશ થાય છે.
મુંબઈની શેરીઓમાં ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી ગૂંજી ઊઠ્યા હતા, જ્યારે બાપ્પાની ઝલક મેળવવા માટે શહેરોમાં ભક્તોની મોટી સંખ્યા જોવા મળી હતી.

મુંબઈમાં લાલબાગચા રાજા સિવાય ચિંચપોકલીના ચિંતામણી, બાલ ગણેશ મંડળના બલ્લાલેશ્વર, ગણેશ ગલીના મુંબઈચા રાજા, કાલાચૌકીના મહાગણપતિ, રંગારી બડક ચૌલના ગણપતિ સહિત અન્ય મંડળના વિઘ્નહર્તાની ભવ્ય વિદાય આપવામાં આવી હતી, જેમાંથી અમુક મંડળના મોડી રાતના ગિરગાંવ ચોપાટી, જૂહુ ચોપાટીના દરિયા કિનારા સહિત અન્ય જગ્યાએ વિસર્જન થશે.
મહારાષ્ટ્રમાં લાલ બાગચા રાજાની બોલબાલા રહી
મુંબઈમાં કાયદો અને વ્યવસ્થા બનાવવા માટે મુંબઈમાં 21,000 પોલીસ કર્મચારી તહેનાત રાખવામાં આવ્યા હતા, જ્યારે વિસર્જનના રુટ પર પોલીસ પ્રશાસન દ્વારા નજર રાખવા માટે આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મુંબઈના જાણીતા લાલબાગચા રાજાનું પણ આ વર્ષે લોકોમાં વિશેષ આકર્ષણ રહ્યું હતું અને ભાવભીની આંખે બાપ્પાને વિદાય આપવા લોકો પહોંચ્યા હતા, જ્યાં લોકોએ પુઢચ્યા વર્ષી લવકર યા કહીને વિદાય આપી હતી.
દરિયાકિનારી સુરક્ષાની સાથે વિદાય માટે 1,175 સ્ટીલ પ્લેટ બેસાડવામાં આવી હતી, જેથી મૂર્તિઓ ફસાય નહીં, જ્યારે 42 ક્રેન તહેનાત કરી હતી. મહારાષ્ટ્રમાં પુણે, નાશિક, નાગપુર, કોંકણ સહિત અન્ય શહેરોમાં પણ વાજતેગાજતે બાપ્પાની વિદાય કરવામાં આવ્યા હતા.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
