હાર્ટ એટેકના લક્ષણોની વાત આવે તો સૌથી પહેલું લક્ષણ જે મનમાં આવે તે છે છાતીમાં દુખાવો. પરંતુ શું તમને ખબર છે કે છાતીમાં દુખાવા વિના પણ હાર્ટ એટેક આવી શકે છે ? આ હાર્ટ એટેકને સાયલન્ટ હાર્ટ એટેક કહેવાય છે અને તેમાં શરીરમાં અલગ પ્રકારના લક્ષણો જોવા મળે છે.
હાર્ટ એટેકની વાત આવે તો મનમાં વિચાર આવે કે હાર્ટ એટેકમાં છાતીમાં દુખાવો થાય, છાતી ભારે થઈ જાય અને શ્વાસ લેવામાં સમસ્યા થાય. જો આવી તકલીફ થાય તો વ્યક્તિને હાર્ટ અટેક આવ્યો છે તેવું સમજવામાં આવે છે. પરંતુ દર વખતે હાર્ટ એટેકમાં આ લક્ષણો દેખાય તેવું જરૂરી નથી. એક હાર્ટ અટેક એવો પણ છે જેમાં આવા લક્ષણો દેખાતા નથી. આ હાર્ટ એટેકને સાયલેન્ટ હાર્ટ અટેક કહેવાય છે. જેમાં છાતીમાં દુખાવો થતો નથી પરંતુ આ હાર્ટ એટેક પણ ખતરનાક હોય છે. જો તેના લક્ષણોને અન્ય બીમારી સમજીને અવગણવામાં આવે અને સમયસર ઈલાજ ન થાય તો આ હાર્ટ અટેક પણ જીવલેણ સાબિત થઈ શકે છે.

હેલ્થ એક્સપર્ટ પણ જણાવે છે કે છેલ્લા ઘણા સમયથી અચાનક થતી હાર્ટ સંબંધિત સમસ્યાઓની સંખ્યા વધી રહી છે. આ સ્થિતિ પબ્લિક હેલ્થ માટે ચિંતાનો વિષય છે. તેથી જરૂરી છે કે હાર્ટ સંબંધિત સમસ્યાઓની જાગૃતિ વધે અને લોકો સ્ક્રિનિંગ તેમજ સારવારને મહત્વ આપતા થાય. ખાસ કરીને જે લોકો હાર્ટ સંબંધિત સમસ્યાનું રિસ્ક વધારે ધરાવે છે તેમણે સ્વાસ્થ્ય પ્રત્યે વધારે જાગૃત રહેવું જોઈએ અને શરીરમાં થતા નાનામાં નાના ફેરફારને પણ ગંભીરતાથી લેવા જોઈએ.
હાર્ટ એટેક સંબંધિત આ 5 વાતો યાદ રાખો
– હાર્ટ અટેક સુતી વખતે અને જાગતી વખતે કોઈપણ સમયે આવી શકે છે.
– લગભગ 70 થી 80% ઘટનામાં લક્ષણ વિના હાર્ટ અટેક આવે છે.
– છાતીમાં દુખાવો ન થતો હોવાથી દર્દી સમયસર સારવાર લેતા નથી જેના કારણે મૃત્યુનું જોખમ વધી જાય છે.
– ડાયાબિટીસ ધરાવતા લોકો, મહિલાઓ અને વૃદ્ધ જેમને હાર્ટ સંબંધિત સમસ્યા હોય તેમના માટે રિસ્ક વધારે હોય છે.
સાયલેન્ટ હાર્ટ અટેકના લક્ષણ
– સાયલેન્ટ હાર્ટ અટેકમાં છાતીમાં દુખાવો નથી થતો પરંતુ પીઠમાં અથવા છાતીની ઉપરના ભાગમાં દુખાવો થાય છે જેને લોકો સ્નાયુ સંબંધિત સમસ્યા ગણી લેતા હોય છે.

– હાથના ઉપરના ભાગમાં કે જબડામાં દુખાવો થઈ શકે છે.
– સાયલેન્ટ હાર્ટ એટેકમાં અપચો થયો હોય તેવું લાગે છે અને શ્વાસ લેવામાં સમસ્યા થઈ શકે છે.
– સાયલેન્ટ હાર્ટ અટેકમાં ચક્કર આવવા અથવા માથું ભારી થવા જેવું પણ લાગે છે.
– સાયલેન્ટ હાર્ટ અટેકમાં અપર બોડીમાં અસહજતા અનુભવાય છે અને ઠંડો પરસેવો વળે છે.
– સાયલેન્ટ હાર્ટ અટેકમાં દિવસો સુધી કારણ વિના થાક અનુભવાય છે, ઘણી વખત ઉબકા આવે છે અને ઉલટી પણ થાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
