આર્થિક રીતે ફસડાયેલા સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગે પોતાની વધારાની જગ્યાને ૯૮ વર્ષ માટે લીઝ પર આપીને આવકનો સ્રોત ઊભો કરવાનો નિર્ણય લીધો છે. સાર્વજનિક તેમ જ ખાનગી ભાગીદારીથી વિકસીત થનારા પ્રોજેક્ટની લીઝની મુદત ૬૦ વર્ષથી વધારીને ૯૮ વર્ષ સુધી કરવામાં આવી છે. તેથી હવે સ્ટેટ ટ્રાન્સપોર્ટ પોતાની જગ્યા ભાડા પર આપીને પોતાની આવકમાં વધારો કરી શકશે.
સરકારના સુધારિત ધોરણ અનુસાર સ્ટેટ ટ્રાન્સપોર્ટ પાસેની વધારાની જમીનનો વિકાસ સાર્વજનિક-ખાનગી (પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ) પદ્ધતિએ કરવામાં આવવાનો છે અને તે માટે લીઝની સમયમર્યાદા ૪૯ વર્ષ + ૪૯ વર્ષ એમ કુલ ૯૮ વર્ષ હશે.

આ સમયગાળા દરમ્યાન સંબંધિત જમીનનો કમર્શિયલ વેપાર કરીને મળનારી આવકનો અમુક હિસ્સો સ્ટેટ ટ્રાન્સપોર્ટનો આપવો ફરજિયાત રહેશે.
આ નિર્ણયને કારણે સ્ટેટ ટ્રાન્સપોર્ટના તાબામાં રહેલી પણ નિષ્ક્રિય રહેલી જમીનનો ઉપયોગ થશે અને નવા પ્રોજેક્ટ પણ અમલમાં આવશે અને તેનો ફાયદો સ્ટેટ ટ્રાન્સપોર્ટને આર્થિક રીતે થશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
