થોડા વર્ષથી એક તરફ મુંબઈમાં ગગનચુંબી ઈમારતોની સંખ્યા વધી રહી છે તો બીજી તરફ બાંધકામ દરમિયાન થતી દુર્ઘટના અને અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. તેથી આ દુર્ઘટના અને અકસ્માત રોકવા માટે નગરવિકાસ વિભાગે સુરક્ષા નિયંત્રણ માર્ગદર્શક સૂચનાઓ જારી કરી છે.
આ માર્ગદર્શક સૂચનાઓ અનુસાર હવે મુંબઈ મહાપાલિકાના ઈમારત અને પ્રસ્તાવ વિભાગ તરફથી શહેરની દરેક ગગનચુંબી ઈમારતના બાંધકામસ્થળે લાયસંસ ધારક સુરક્ષા અધિકારી નિમવો ફરજિયાત રહેશે. તેમ જ બાંધકામના સ્થળે કોઈ પણ દુર્ઘટના કે અકસ્માત ન થાય એનું સંપૂર્ણપણે ધ્યાન રાખવાની જવાબદારી આ સુરક્ષા અધિકારીની રહેશે. મુંબઈમાં અત્યારે 100 મીટર કરતા ઉંચી 4 હજારથી વધારે ઈમારત છે. 200 મીટર ઉંચાઈની 47 અને 250 મીટર ઉંચાઈની 24 ઈમારત છે. હવે મુંબઈની ઉંચી, ગગનચુંબી ઈમારતોની સંખ્યા ભવિષ્યમાં વધશે કારણે કે મુંબઈમાં 150 થી 331 મીટર ઉંચાઈની 416 ઈમારતો બાંધવામાં આવનાર છે.

આ ઈમારતોના પ્રસ્તાવ મહાપાલિકા પાસે રજૂ થયા છે. મહત્વની વાત એટલે મુંબઈમાં એક 400 મીટર ઉંચાઈની ઈમારત પણ પ્રસ્તાવિત છે. આવી ઉંચી ગગનચુંબી ઈમારત ઊભી કરતા ક્રેન તૂટીને અકસ્માત થાય છે અને ઉંચાઈ પરથી પડી જનાર વ્યક્તિનું મૃત્યુ થાય છે. આવી ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. બાંધકામ સ્થળની નજીકથી પસાર થનારા રાહદારીના જીવને પણ જોખમ નિર્માણ થાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
