મરાઠા અનામતની માગણી સાથે હજારો મરાઠાઓ આઝાદ મેદાન, તેની આસપાસના વિસ્તારોમાં ભેગા થતાં ટ્રાફિક વ્યવસ્થાની ઐસીતૈસી થઈ ગઈ હતી. અસુવિધાને કારણે પ્રવાસીઓ હેરાનપરેશાન થઈ ગયા હતા. સીએસએમટી ખાતે અનેક આંદોલનકારીઓ સૂત્રોચ્ચાર કરતા અને નૃત્ય કરતા જોવા મળ્યા હતા, જેને લઈ રેલવે સ્ટેશને પણ અતિશય ભીડ થઈ ગઈ હતી. અનેક લોકો મહાપાલિકા માર્ગ, જેજે માર્ગ અને ડીએન રોડ પર પણ ભેગા થતાં ટ્રાફિક વ્યવહાર થંભી ગયો હતો. આઝાદ મેદાન વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, પરંતુ આંદોલનકારીઓ તેમને પણ ગાંઠતા નહોતા. રિઝર્વ બેન્ક ઈમારતની સામે પણ સૂત્રોચ્ચાર કર્યા હતા.
અમુક જૂથોએ શેરબજારની ઈમારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સલામતી રક્ષકોએ તેમને રોક્યા હતા, જે પછી તેમણે બહાર ઊભા રહીને સૂત્રોચ્ચાર કર્યા હતા. સોમવારે સવારે સીએસએમટી સંકુલ, મહાપાલિકા મુખ્યાલયની સામે અને આસપાસમાં મોટી સંખ્યામાં આંદોલનકારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.

આથી ખાસ કરીને વીકએન્ડની રજાઓ પછી સોમવારે કામધંધે જવા નીકળેલા પ્રવાસીઓ હેરાનપરેશાન થઈ ગયા હતા.અમુક આંદોલનકારીઓએ બેસ્ટની બસો સહિતનાં વાહનો રોકવાનો પ્રયાસ કર્યો હતો. સીએસએમટી, મહાપાલિકા ઈમારત અને મેટ્રો થિયેટર નજીક વાહનોને રોકવાનો તેમણે પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે તેમને વિખેરી નાખ્યા હતા.
મરાઠા આંદોલન: હવે જરાંગેએ જળત્યાગ કર્યો દરમિયાન આંદોલનના ચોથા દિવસે સોમવારથી જરાંગેએ જળત્યાગ પણ કર્યો હતો. ઓબીસી હેઠળ મરાઠા સમાજને 10 ટકા ક્વોટાની માગણી સંતોષાય નહીં ત્યાં સુધી આંદોલન પાછું નહીં ખેંચાય એમ જરાંગેએ જણાવ્યું છે. દરમિયાન જેજે હોસ્પિટલમાંથી ડોક્ટરોની ટીમ જરાંગેનું બ્લડ પ્રેશર અને શુગરની સપાટી તપાસવા માટે પહોંચી હતી. જરાંગેની તબિયત બગડી રહી હોવાનું કહેવાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
