ઘોધારી વિશા શ્રીમાળી જૈન –
હાથસણી નિવાસી હાલ ઘાટકોપર વિનોદભાઇ ઝવેરચંદ દોશી (ઉં. વ. ૬૮) તા. ૨૮-૮-૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. અનોપબેન ઝવેરચંદભાઇના સુપુત્ર. તે કિરણબેનના પતિ કિંજલ, શ્વેતા, ઋષભના પિતા. મીથીલકુમાર, મીતુલકુમાર, કેનાલીના સસરા. રિદ્ધમ, તસ્વીના નાના. સ્વ. શાંતિભાઇ, સ્વ. જયંતીભાઇ, સ્વ. ચંદ્રકાન્તભાઇ, હસમુખભાઇ, પ્રકાશભાઇ, સ્વ. અશોકભાઇ, કળાબેન નટવરલાલ દોશી, સદ્ગુણાબેન સુરેશકુમાર શાહના ભાઇ. શ્વસુર પક્ષે મોખડકાવાળા સ્વ. શાંતિભાઇ ઝુઝાભાઇ શાહના જમાઇ. મંગળવાર, તા. ૨-૯-૨૫ના રોજ પિતૃવંદના રાખેલ છે. ઠે. કપોળ વાડી, ૧લે માળે, એમ. જી. રોડ, ઘાટકોપર (વેસ્ટ).
મુળ ગામ સેવક ધુણીયા હાલ ઘાટકોપર સ્વ.જયેશભાઇ રણછોડભાઇ સંચાણિયા (ઉ. વ. ૬૦) તે તા. ૩૦-૮-૨૫ના શ્રીજીચરણ પામેલ છે. તે ઉષાબેન જયેશભાઇ સંચાણિયાના પતિ તથા કવિપભાઇના પિતા. તથા જયોતિબેન વારીયાના ભાઇ. તથા કુલીનભાઇ સંચાણિયાના કાકા. પ્રાર્થનાસભા તા. ૨-૯-૨૫ના મંગળવારે ૪થી ૬. ઠે. વીરેશ્વર મહાદેવ મંદિર, રામમંદિરની સામે, સીંધુવાડીની બાજુમાં.
ગામ લીંબડી હાલ ભાયંદર (ઈસ્ટ) તન્વી નિલેશ પરમાર (ઉં.વ.૨૭) ૨૯-૮-૨૫ના શુક્રવારે સ્વર્ગવાસી થયેલ છે. તે સ્વ. પ્રભાબેન રતિલાલ પરમારની પૌત્રી. તે નિલેશ, સોનલની પુત્રી. તે કિશોર, ભાવના, ચેતન, જીનાની ભત્રીજી, તે સરિતાબેન શાંતિલાલ મકવાણાની દોહિત્રી. તે સૌરભ, ભક્તિ, હની, માહિરની બહેન. તથા જીતેશ શાંતિલાલ મકવાણાની ભાણેજ, પ્રાર્થનાસભા તા. ૧-૯-૨૫ના સોમવારે સાંજે ૫ થી ૭ રાખેલ છે. સ્થળ -લુહાર સુથાર, વેલ્ફેર સેન્ટર, કાર્ટર રોડ નં. ૩, અંબાજી માતાના મંદિરની બાજુમાં બોરીવલી (ઇસ્ટ) મુંબઈ.
હાલાઈ લોહાણા –
કાંદિવલી નિવાસી લતાબેન નવિનચંદ્ર તન્ના (ઉં.વ.૭૯) સ્વ. નવિનચંદ્ર લીલાધરભાઈ તત્રાના ધર્મપત્ની. દિપક તથા કેતનના માતુશ્રી. તે સ્વ.પ્રવિણા તથા આરતીના સાસુમાં. તે યોગીની, રૂપિલ તથા લેખાના દાદીમા. તે સ્વ.મથુરાદાસ નાથાલાલ રૂપારેલીયાના પુત્રી. તેમજ સ્વ. મનસુખલાલ મથુરાદાસ રૂપારેલીયાના બહેન. તા.૨૯-૮-૨૫, શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થના સભાઃ તા.૧-૯-૨૫, સોમવાર સાંજે ૫ થી ૭ કલાકે. સ્થળઃ શ્રી હાલાઇ લોહાણા મહાજન વાડી, એસ.વી.રોડ, કાંદિવલી (વેસ્ટ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
