મુંબઈથી કોંકણની મુસાફરી હવે વધુ સરળ બનશે. 1 સપ્ટેમ્બરથી મુંબઈથી કોંકણ સુધી રો-રો (રોલ-ઓન/રોલ-ઓફ) ફેરી સેવા શરુ થઈ રહી છે. તે મુંબઈથી રત્નાગિરીના જયગઢને માત્ર 3-4 કલાકમાં અને સિંધુદુર્ગના વિજયદુર્ગને 5-6 કલાકમાં જોડશે.
આ સેવા લાંબી અને થકવી નાખતી રોડ મુસાફરીને લગભગ અડધી કરી દેશે. કોંકણ રેલવે અને મુંબઈ-ગોવા હાઇવે બાદ હવે દરિયાઈ માર્ગ કોંકણના લોકો માટે એક નવી ભેટ હશે. શિપિંગ મંત્રી નિતેશ રાણેએ આ ફેરીનું નિરીક્ષણ કર્યું અને તેને કોંકણનું ગૌરવ ગણાવ્યું છે.
આ સેવાની શરુઆત પહેલા ગણેશ ચતુર્થીથી થવાની હતી, પરંતુ ખરાબ હવામાનના કારણે તેને ટાળીને 1 સપ્ટેમ્બરથી શરુ કરવામાં આવી રહી છે.

રાણેએ જણાવ્યું કે, હવામાન હવે સારું થઈ રહ્યું છે અને આગામી પાંચ દિવસમાં ટેસ્ટ રન પછી ફેરી સવારે 6:30 વાગ્યે ભાઉ ચા ધક્કા ટર્મિનલ(મુંબઈ)થી રવાના થશે. કોંકણની સુંદરતા ઝડપથી અને આરામથી જોવા માંગતા લોકો માટે આ સારા સમાચાર છે.
સફરનો સમય અડધો, સુવિધા ડબલ
રો-રો ફેરીનો સૌથી મોટો ફાયદો એ તેનો સમય છે. મુંબઈથી રોડ માર્ગે વિજયદુર્ગ પહોંચવામાં 10-12 કલાક લાગે છે, પરંતુ ફેરી દ્વારા આ મુસાફરીમાં માત્ર 5-6 કલાક લાગશે.
બીજી તરફ મુંબઈથી જયગઢ સુધીની મુસાફરી 3-4 કલાકમાં પૂરી થઈ જશે. આ ફેરી ફક્ત લોકોને જ નહીં પરંતુ તેમના વાહનોને પણ લઈ જશે, જેનાથી આગળની મુસાફરી વધુ સરળ બનશે. ફેરીમાં 50 ફોર-વ્હીલર અને 30 ટુ-વ્હીલર લઈ જઈ શકાય છે.

આ સેવા મુંબઈ અને માંડવા (અલીબાગ) વચ્ચે દોડતી એક કલાકની રો-રો ફેરી જેવી જ છે, જે માર્ચ 2020માં શરુ થઈ હતી અને ખૂબ જ સફળ રહી. હવે આ નવી સેવા સાથે કોંકણના વધુ વિસ્તારોને જોડવાની યોજના છે. ભવિષ્યમાં શ્રીવર્ધન અને માંડવા જેવી નવા જેટી પણ સામેલ કરવામાં આવશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
