રાજ્યમાં એકતરફ ગણેશોત્સવ શરૂ થવાનો છે ત્યારે ફડણવીસની સરકારે એક મોટા નિર્ણયમાં ભંડારા જિલ્લાના પાલક પ્રધાનને બદલવાનો નિર્ણય લીધો છે. ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજ્યના વસ્ત્રોઘોગ પ્રધાન સંજય સાવકરે ભંડારાના પાલક પ્રધાન હતા. હવે તેને સ્થાને ગૃહ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન પંકજ ભોયરને આ જવાબદારી સોંપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ગૃહ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન પંકજ ભોયરને ભંડારા જિલ્લાના પાલક પ્રધાનની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે વર્તમાન પાલક પ્રધાન સંજય સાવકરેને બુલઢાણા જિલ્લાના સંયુક્ત પાલક પ્રધાન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. આ મોટા નિર્ણયથી રાજકીય વર્તુળોમાં ગરમાગરમ ચર્ચાઓ શરૂ થઈ છે અને સંજય સાવકરેને કેમ હટાવવામાં આવ્યા? તે અંગે હવે મિશ્ર ચર્ચાઓ થઈ રહી છે.

મહારાષ્ટ્ર સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પ્રકાશિત એક પત્રિકામાં આ ફેરફાર વહીવટી કારણોસર કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે, પરંતુ આ કારણ ગળે ઉતરતું નથી. હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ ફેરફાર બાદ જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોને નવી ગતિ મળશે. જોકે, ખાનગીમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે સાવકરે પૂર્ણ-સમયના પાલક પ્રધાન તરીકે ઉપલબ્ધ નહોતા એવી તેમની સામે ફરિયાદ હતી. કહેવાય છે કે આ જ કારણસર આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સાવકરે ફક્ત વાર-તહેવારે ભંડારા આવતા હતા. ભંડારામાં જ્યારે પૂરની સ્થિતિ સર્જાઈ હતી ત્યારે પણ તેઓ જોવા મળ્યા નહોતા અને તેને કારણે લોકોમાં તેમના વિરુદ્ધ નારાજગી જોવા મળી રહી હતી. તે સમયે એવી પણ માગણી કરવામાં આવી હતી કે ભંડારાને નજીકના જિલ્લાનો પાલક પ્રધાન આપવામાં આવે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
