કચ્છી લોહાણા –
ગં. સ્વ. સુલોચનાબહેન બાટ (ઠક્કર) (ઉં. વ.૬૮) સોમવાર, તા. ૨૫-૮-૨૫ના શ્રીરામશરણ પામેલ છે. સ્વ. જીતેન્દ્ર પ્રેમજી બાટના ધર્મપત્ની. ધર્મેશ અને મનીષના માતુશ્રી. મિતા, વીભાના સાસુજી. રમેશ પ્રેમજી બાટના ભાભીજી. વિમળાબેનના જેઠાણી. સ્વ. કેશવજી નરશી અને સ્વ. કલાવતી ધીરાવાણીના સુપુત્રી રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છ ગામ નલિયા તેરા હાલ દાદરના મુકેશ વસંતકુમાર ચંદનના પત્ની અ. સૌ. દર્શના (ઉં. વ. ૫૯) તા. ૨૫-૮-૨૫ના રામશરણ પામેલ છે. તે સ્વ. જયોતિબેન અને સ્વ. વસંતકુમાર ચંદનના પુત્રવધૂ. તે સોહિણીબેન અને પ્રવીણભાઇ ઠક્કર (ટપ્પર સોનારવાળી)ના પુત્રી. દિશા અને અમિષાના માતા. શાનયા રોહન શાહના નાની. સ્વ. અમરભાઇના બહેન. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન ભંગરીયા (કામળીયા) નિવાસી હાલ મુલુંડ, હર્ષદ ભાઈ જયંતીલાલ શાહના ધર્મપત્ની અ. સૌ. વાસંતીબેન (નાનીબેન) (ઉં. વ. ૭૨) તા. ૨૩/૮/૨૫ના શનિવારના અરિહંતશરણ પામેલ છે. તે હિરેન, ચિંતન, સારિકાના માતુશ્રી. મેહુલકુમાર દોશી અને અ.સૌ. જીનલના સાસુ. ધનવંતરાય (ાકુભાઇ), શૈલેષભાઇ, હર્ષાબેન ગુણવંતરાય શાહના ભાભી. પિયરપક્ષે સ્વ. રતિલાલ કેશવજી દેશી, દેવળિયાવાળાની દીકરી. સાદી તથા લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી ગુર્જર જૈન –
ગામ કચ્છ ભુજના હાલ ઘાટકોપર કૃષ્ણાબેન શાહ (ઉં. વ. ૬૯) શુક્રવાર, તા. ૨૨-૮-૨૫ના અરિહંતશરણ પામેલ છે. તે સુનિલભાઇના ધર્મપત્ની. તે જયાબેન અને જેઠાલાલ પોપટલાલ શાહ (ભુજ)ના પુત્રવધુ. તે ધનલક્ષ્મીબેન અને છગનલાલ દેવચંદ શાહ (માંડવી)ના સુપુત્રી. નીરવ તથા કેવલ, વૈશાલી તથા નેહાના માતુશ્રી. વૃત્તિકા, જશ અને માનવના દાદી. કલ્પનાબેન સંદીપભાઇ બુટાલાના ભાભી. પ્રાર્થનસભા શુક્રવાર, તા. ૨૯-૮-૨૫ના સાંજે ૫થી ૭. ઠે. ભાનુશાળી વાડી, ૧લે માળે, તિલક રોડ, ઘાટકોપર (ઇસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
બેરાજાના દેવકાબેન ધરમશી ચના લખમશી ધનાણીના સુપુત્રી પ્રભાબેન (શાહ) (ઉં. વ. ૮૦) તા. ૨૪-૮ના અવસાન પામેલ છે. દેશલપરના ડો. મગનલાલ ચત્રભુજના પુત્રવધૂ. બેરાજાના ડો. ભોગીલાલ મગનલાલના ધર્મપત્ની. નીતા રમણીકલાલ, જયશ્રી વસંતભાઇ, છાયા પ્રફુલભાઇ, જયોત્સના સંજયભાઇ, મીના દિલેશભાઇ, સમીરના માતુશ્રી. ભચુભાઇ, રૂક્ષ્મણીબેન રવીલાલ, રતનબેન પદમશી, સુંદરબેન ભવાનજી, લક્ષ્મીબેન રમણીકલાલ, તારાબેન વસનજીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. સમીર શાહ, જી વિંગ-૭૦૬, નવનીત નગર, દેશલેપાડા, ડોમ્બિવલી (ઇસ્ટ).
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
