કાંદિવલીમાં 1600થી વધુ લોકોએ મેરેથોનમાં ભાગ લીધો હતો, જેમાં કાંદિવલી એજયુકેશન સોસાયટી (કેઈએસ) સંચાલિત કોલેજોના વિદ્યાર્થીઓ , શિક્ષકો, સ્ટાફ, ટ્રસ્ટીઓ અને સ્થાનિકોનો પણ સમાવેશ થતો હતો. આ મેરેથોનમાં ભાગ લેનારા ટ્રસ્ટીગણમાં પ્રેસિડેન્ટ મહેશ શાહ, વાઈસ પ્રેસિડન્ટ મહેશ ચંદારાણા, અન્ય ટ્રસ્ટીઓમાં વિનોદ શાહ, બીજલ દત્તાણી, સભ્ય ઉદય શાહ, ડો. ગિરીશ ત્રિવેદી અને સંસ્થાના તમામ પ્રિન્સિપાલ્સ પણ હાજર રહ્યા હતા.
1936માં સ્થપાયેલી કેઇએસ 2025-26 ના આખા વર્ષ દરમિયાન સ્થાપના દિવસની ઉજવણી કરી રહી છે, જે અંતર્ગત વિવિધ કાર્યક્રમો આયોજિત કર્યા છે. એમાંનો પહેલો કાર્યક્રમ 24મી ઓગસ્ટે મેરેથોનનો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાની શાળા- કોલેજોના 1266 વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રાધ્યાપકો, પ્રિન્સિપાલ્સ, ટ્રસ્ટી ગણ, મેનેજમેન્ટ ટીમના 204 સભ્યો તેમ જ કાંદિવલીના 160 રહેવાસીઓ સમેત કુલ 1630 લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ મેરેથોનમાં સંસ્થાની બહારના ભાગ લેનારા લોકોને 15થી 25 વર્ષ, ૨૬થી ૪૫ વર્ષ અને 46 વર્ષની ઉંમરની કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યા હતા જ્યારે સંસ્થાના સ્ટાફને ૪૫ વર્ષની નીચે અને ૪૫ વર્ષની ઉપર એમ બે કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યા હતા.

મેરેથોનની શરૂઆત કરતાં પહેલા ઝૂમ્બા વોર્મ-અપ સેશન કરાવવામાં આવ્યું હતું. 6.30વાગ્યે વિદ્યાર્થીઓની અને 6.45 વાગ્યે સ્ટાફ તેમ જ બહારના લોકોની મેરેથોન શરૂ કરાઇ હતી. દરેક પ્રતિસ્પર્ધીને સંસ્થા તરફથી ટી-શર્ટ, કેપ આપવામાં આવ્યા હતા. ટીમને અલગ તારવી શકાય એ માટે પાંચ વિવિધ રંગના ટીશર્ટ રાખવામાં આવ્યા હતા. 50 વૉલન્ટિયર્સ, 10 બાઈકર્સ અને 20 નિષ્ણાતો આખા મેરેથોનના રુટ પર સાથે રાખવામાં આવ્યા હતા.
કઈ કેટેગરીમાં કોણ વિજેતા છોકરાઓની કેટેગરીમાં મયંક લાડ અને છોકરીઓની કેટેગરીમાં પ્રાચી વજે પ્રથમ ક્રમાંકે આવ્યા હતા. સંસ્થાની બહારના લોકોમાંથી ૧૫ થી ૨૫ વર્ષની કેટેગરીમાં પુરુષોમાં પ્રથમ અભય પટેલ અને મહિલાઓની કેટેગરીમાં સોનાલી ગુપ્તા; ૨૬ થી ૪૫ વર્ષની કેટેગરીમાં પુરુષોમાં પ્રથમ યશ શિરલકર અને મહિલાઓની કેટેગરીમાં લતા ધવલે; ૪૬ વર્ષની ઉપરની કેટેગરીમાં પુરુષોમાં કેદાર પરીખ અને મહિલાઓની કેટેગરીમાં કામિની દત્તાણી પ્રથમ ક્રમાંકે આવ્યા હતા. કેઈએસના સ્ટાફમાં ૪૫ વર્ષની ઉપરની કેટેગરીમાં પુરુષોમાં પ્રથમ મહેશ લવાતે અને મહિલાઓમાં પ્રથમ અનુરાધા સિંઘ તેમ જ ૪૫ વર્ષની નીચેની કેટેગરીમાં પ્રથમેશ ભદવલકર અને મહિલાઓની કેટેગરીમાં સમીક્ષા સિંઘ પ્રથમ ક્રમાંકે રહ્યા હતા. ઈનામો વિતરણ સમારોહ ૯ વખત નેશનલ એથ્લેટિક રહી ચૂકેલા અક્ષય વાડકરના હસ્તે સંસ્થાના મેદાનમાં યોજાયો હતો. દરેક ભાગ લેનાર પ્રતિસ્પરધીને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
