૧૨૫ વર્ષ જૂના પ્રભાદેવીમાં આવેલા એલ્ફિન્સ્ટન બ્રિજને ગણેશોત્સવ બાદ બંધ કરીને ૧૦ સપ્ટેમ્બરથી તેને તોડી પાડવા માટે મુંબઈ ટ્રાફિક પોલીસે મંજૂરી આપી દીધી છે.
અટલ સેતૂને જોડનારા શિવડી-વરલી એલિવેટેડ રોડ પ્રોજેક્ટ અંતર્ગત આ જૂના બ્રિજને તોડીને તેની જગ્યાએ નવો ટુ વે એલિવેટેડ બ્રિજ બાંધવામાં આવવાનો છે.
સ્થાનિક રહેવાસીઓ આ બ્રિજને તોડી પાડવા સામે લાંબા સમયથી વિરોધ કરી રહ્યા હતા. નવો બ્રિજ બાંધવા માટે જૂના બ્રિજને તોડી પાડવો આવશ્યક હતો અને તે માટે મુંબઈ મેટ્રોપોલિટન લાંબા સમયથી પ્રયાસ કરી રહી હતી પણ રહેવાસીઓના આકરા વિરોધને કારણે કામ અટવાઈ પડ્યું હતું.

હવે જોકે ગણેશોત્સવ બાદ એમએમઆરડીએની માગણી મુજબ ટ્રાફિક પોલીસે આ બ્રિજને વાહનવ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે અને ૧૦ સપ્ટેમ્બરના રાતથી બ્રિજ બંધ કરીને તેને તોડી પાડવાનું કામ ચાલુ કરવામાં આવવાનું છે. જોકે રહેવાસીઓ સતત વિરોધ કરી રહ્યા છે અને ફરી રસ્તા પર ઊતરવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
