શરીરના કેટલાક અંગોમાં સતત દુખાવો થાય કે અવારનવાર દુખાવો રહે તો તેને લાંબા સમય સુધી ઈગ્નોર કરતા નહીં. કારણ કે કેટલાક દુખાવા કેન્સરની શરુઆતનું લક્ષણ પણ હોય શકે છે. આજે તમને એવા 6 દુખાવા વિશે જણાવીએ જે કેન્સરની શરુઆતમાં શરીરમાં અનુભવાય છે.
આપણે સૌ ને શરીરના કોઈ ને કોઈ અંગમાં દુખાવાનો અનુભવ થાય છે. થાક, ખરાબ પોશ્ચર, સ્નાયૂ ખેંચાઈ જવાથી, સ્ટ્રેસના કારણે કે પડવાના કારણે શરીરના અંગોમાં દુખાવો થતો હોય છે. પરંતુ આ પ્રકારના સ્પષ્ટ કારણ વિના શરીરના 6 અંગોમાં સતત દુખાવો રહે તો તેને સામાન્ય સમજી ઈગ્નોર કરતા નહીં. આપણું શરીર ગંભીર સમસ્યાની ચેતવણી આપતું હોય છે. જેને સમજવું જરૂરી હોય છે.

ખાસ તો શરીરના 6 અંગ એવા છે જ્યાં વારંવાર થતો દુખાવો કેન્સરનું શરુઆતી લક્ષણ હોય શકે છે. ચાલો તમને જણાવીએ શરીરના એવા કયા દુખાવા છે જેને ગંભીરતાથી લેવા જોઈએ. અને આ લક્ષણ દેખાય તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
માથામાં તીવ્ર દુખાવો
સામાન્ય રીતે માથામાં દુખાવો સ્ટ્રેસ, ઓછી ઊંઘ, માઈગ્રેનના કારણે થાય છે. પરંતુ જો માથામાં રોજ દુખાવો થાય, દવા પછી પણ રાહત ન જણાય અને સાથે જ ધુંધળુ દેખાવું, ઉલટી થવી, બ્રેન ફોગ જેવી સ્થિતિ પણ રહેતી હોય તો તે બ્રેન ટ્યુમર અથવા ન્યુરોલોજિકલ કેન્સનું લક્ષણ હોય શકે છે.
પીઠ અથવા કમરનો દુખાવો
પીઠ અને કમરનો દુખાવો પણ સામાન્ય સમસ્યા છે પરંતુ જો આ દુખાવો સતત રહે અને આરામ કર્યા પછી પણ મટે નહીં તો તે સ્પાઈન, કિડની કે પૈંક્રિયાઝ કેન્સરનું લક્ષણ હોય શકે છે. કેન્સરના કારણે જ્યારે શરીરના ટિશૂ પર પ્રેશર પડે છે ત્યારે પીઠમાં દુખાવો, બળતરા જેવી સમસ્યા અનુભવાય છે.

ગરદન અથવા ખભામાં દુખાવો
જો તમારી ગરદન કે ખભામાં પણ તીવ્ર દુખાવો રહેતો હોય અને તમે એવું વિચારી લો છો કે સુવામાં ફેરફારના કારણે સમસ્યા થઈ ગઈ છે તો ખોટું કરો છો. ગરદન અને ખભામાં વારંવાર દુખાવો થાય તો થોડું સતર્ક રહેવું જોઈએ. આવા દુખાવા થાયરોઈડ, લિમ્ફ નોડ્સ અને ગળાના કેન્સરની શરુઆતમાં જોવા મળે છે. દુખાવા સાથે કેન્સરમાં ખોરાક ખાવાપીવામાં સમસ્યા પણ થાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
