લાડકી બહેન યોજનાનો ગેરફાયદો ઉઠાવનારા વિરુદ્ધ સરકારે અમલમાં મૂકેલી શોધ ઝુંબેશમાં બંને ઉપમુખ્યમંત્રીઓ એકનાથ શિંદે અને અજિત પવાર તેમ જ કેટલાક વરિષ્ઠ મંત્રીઓના જિલ્લામાં સૌથી વધારો બોગસ લાભાર્થી મળ્યા છે. તેથી રાજ્યની તમામ પાત્ર લાડકી બહેનોની ફરીથી કેવાયસી પદ્ધતિથી ચકાસણી કરવાનો નિર્ણય સરકારે લીધો છે. રાજ્યમાં 26 લાખ 34 હજાર બોગસ લાડકી બહેનોએ દર મહિને દોઢ હજાર રૂપિયા લઈને સરકાર સાથે છેતરપિંડી કરી છે.
રાજ્ય સરકારની મહત્વકાંક્ષી મુખ્યમંત્રી મારી લાડકી બહેન યોજનામાં 2 કરોડ 63 લાખ લાડકી બહેનોએ નોંધણી કરાવી હતી. એમાંથી 2 કરોડ 41 લાખ મહિલાઓ પાત્ર બની. વિધાનસભા ચૂંટણી પછી બાકીના 11 લાખ અરજીની પાત્રતા તપાસતા એમાં 7 લાખ 76 હજાર અરજી બાકાત થઈ. જૂન મહિનામાં સરકારે આ યોજનાનો કયાસ કાઢવાનો નિર્ણય લીધો. એ અનુસાર મહિલા અને બાલકલ્યાણ વિભાગે આ યોજનાની તમામ પાત્ર લાભાર્થીની ઓળખ કરવા સરકારના બધા વિભાગ પાસેથી માહિતી મગાવી હતી.

આ 26 લાખ 34 હજાર બોગસ લાડકી બહેનોમાં શહેરી ભાગમાં જ સરકારની મોટા પ્રમાણમાં છેતરપિંડી થઈ છે. ઉપમુખ્યમંત્રી અજિત પવારના પુણે જિલ્લામાં સૌથી વધુ 2 લાખ 4 હજાર તો એકનાથ શિંદેના થાણે જિલ્લામાં 1 લાખ 25 હજાર 300 બોગસ લાડકી બહેનો મળી છે. જળસંપદા મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલના અહિલ્યાનગર જિલ્લામાં 1 લાખ 25 હજાર 756, છગન ભુજબળ, દાદા ભુસે, માણિકરાવ કોકાટે અને નરહરી ઝિરવળ મંત્રીઓના નાશિક જિલ્લામાં 1 લાખ 86 હજાર 800, સામાજિક ન્યાય મંત્રી સંજય શિરસાટના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં 1 લાખ 4 હજાર 700, તબીબી શિક્ષણ મંત્રી હસન મુશરીફ અને આરોગ્ય મંત્રી પ્રકાશ આબીટકરના કોલ્હાપુર જિલ્લામાં 1 લાખ 1 હજાર 400 તો સાંસ્કૃતિક કાર્યમંત્રી આશિષ શેલારના મુંબઈ ઉપનગર જિલ્લામાં 1 લાખ 13 હજાર બોગસ લાભાર્થી મળ્યા છે.
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નાગપુર જિલ્લામાં 95 હજાર 500, મહિલા અને બાલવિકાસ મંત્રી અદિતી તટકરેના રાયગડમાં 63 હજાર, પર્યાવરણમંત્રી પંકજા મુંડેના બીડ જિલ્લામાં 71 હજાર, સહકારમંત્રી બાબાસાહેબ પાટીલના લાતુરમાં 69 હજાર બોગસ લાભાર્થી મળ્યા છે. એ જ પ્રમાણે સોલાપુર જિલ્લામાં 1 લાખ 4 હજાર, સાતારામાં 86 હજાર, સાંગલીમાં 90 હજાર, પાલઘરમાં 72 હજાર, નાંદેડમાં 92 હજાર, જાલનામાં 73 હજાર, ધુળેમાં 75 હજાર, અમરાવતીમાં 61 હજાર બોગસ લાભાર્થીઓએ સરકારની છેતરપિંડી કરી છે.
ઈ-કેવાયસી ફરજિયાત આ યોજનાનો ગેરફાયદો ઉઠાવવામાં આવતો હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી હોવાથી હવે તમામ પાત્ર લાભાર્થીઓની ઈ-કેવાયસી ચકાસણી કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. એ અનુસાર લાભાર્થીએ પોતાની તમામ માહિતી આપવી પડશે. આ ઝુંબેશ ટૂંક સમયમાં શરૂ થશે. તપાસ કરીને પછી જ આગળનો લાભ આપવામાં આવશે.

આઈટી વિભાગ પાસેથી માહિતી સૌથી ઓછી અપાત્ર લાડકી બહેન ગડચિરોલી જિલ્લામાં 18 હજાર, વર્ધા જિલ્લામાં 21 હજાર તો ભંડારા અને સિંધુદુર્ગ જિલ્લામાં 22 હજાર મળી છે. આ યોજનાનો લાભ લેવા કુટુંબની આવક અઢી લાખ કરતા ઓછી હોવી જોઈએ એવી શરત છે છતાં એનું ઉલ્લંઘન કરીને અનેક જણે યોજનાનો લાભ લીધાની ઘટના પ્રકાશમાં આવી રહી હોવાથી સરકારે આઈટી વિભાગ પાસેથી ઈન્કમટેક્સ ચુકવતી મહિલાઓની માહિતી મેળવી છે.
26 લાખથી વધુ લાભાર્થી પર લગામ આઈટી ડિપાર્ટમેંટે લાડકી બહેન યોજનાની 26 લાખ 34 હજાર મહિલાઓ અપાત્ર હોવા છતાં સરકારની છેતરપિંડી કરીને આ યોજનાનો લાભ લીધાની આઘાતજનક બાબત સરકારના ધ્યાનમાં લાવી હતી. એમાં સરકારની એક કરતા વધુ યોજનાનો લાભ લેવો, એક જ કુટુંબની બે કરતા વધુ મહિલાઓ દ્વારા યોજનાનો લાભ લેવો, તેમ જ કેટલાક પ્રકરણમાં મહિલાના નામથી પુરુષે અરજી કરીને છેતરપિંડી કરી છે. આ બાબત પ્રકાશમાં આવ્યા પછી જૂન 2025થી 26 લાખ 34 હજાર બોગસ લાડકી બહેનોનું સન્માન ભંડોળ રોકવાનો નિર્ણય સરકારે લીધો હતો.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
