પગના તળિયા પર લસણ ઘસવાનો નુસખો વર્ષો જૂનો અને અસરકારક નુસખો છે. લસણ ઘસવાથી શરીરને ફાયદા થાય છે. આજે તમને જણાવીએ આ ફાયદા વિશે. આ ફાયદા વિશે જાણી તમે પણ લસણનો ઉપયોગ આ રીતે કરવા લાગશો.
કેટલાક આયુર્વેદિક નુસખા શરીરને દવા કરતા વધારે ફાયદો કરે છે. આવા જ અસરદાર ઘરેલુ નુસખા વિશે આજે તમને જણાવીએ. સાંધાના દુખાવા કે હાડકાના દુખાવા હોય ત્યારે લસણના તેલથી માલિશ કરવાની વાત તો તમે પણ સાંભળી હશે. લસણના તેલની જેમ પગના તળિયામાં લસણ ઘસવાથી પણ લાભ થઈ શકે છે. પગના તળિયામાં લસણ ઘસવાનો નુસખો વર્ષો જૂનો છે અને આ નુસખો અસરદાર છે. પગના તળિયામાં લસણથી માલીશ કરવાથી શરીરને ફાયદા થઈ શકે છે. ખાસ કરીને વરસાદી વાતાવરણમાં પગમાં થતા ફંગલ ઇન્ફેક્શનથી પણ બચી શકાય છે.

આયુર્વેદ અનુસાર લસણની કળી પગના તળિયામાં ઘસવી ફાયદાકારક છે. તેનાથી એથલીટ ફુટની સમસ્યામાં પણ ફાયદો થઈ શકે છે. પગના તળિયામાં લસણ ઘસવાથી શરીરમાં ગરમી આવે છે. તેનાથી બ્લડ સર્ક્યુલેશન પણ સુધરે છે. ખાસ તો આ કામ કરવાથી ત્રણ સ્વાસ્થ્ય સમસ્યામાં વધારે ફાયદો થાય છે.
લસણ ખાવાથી કેટલા ફાયદા થાય છે એટલા જ ફાયદા લસણની કળીને પગના તળિયામાં ઘસવાથી થાય છે. લસણમાં એલિસિન નામનું તત્વ હોય છે જે ઘણી બધી બીમારીઓથી બચાવે છે. પગના તળિયામાં લસણ લગાડવાથી શરીરને જે ફાયદા થાય છે ચાલો તમને જણાવીએ.
સ્નાયુનો દુખાવો
લસણમાં એન્ટી ઇન્ફ્લેટરી ગુણ હોય છે જે સોજા અને દુખાવાને ઓછા કરવામાં મદદ કરે છે. દિવસભરની દોડધામના કારણે શરીરમાં જે દુખાવા રહેતા હોય અને થાક રહેતો હોય તે પગના તળિયામાં લસણ ઘસવાથી દૂર થઈ શકે છે. પગના તળિયામાં લસણ ઘસવાથી જકડાયેલા સ્નાયુની સમસ્યા પણ દૂર થઈ શકે છે.

ફંગલ ઇન્ફેક્શન
ચોમાસા દરમિયાન પગમાં ખંજવાળ બળતરા કે પછી ફંગલ ઇન્ફેક્શનનું જોખમ વધી જાય છે. જો તમે લસણનો ઉપયોગ કરો તો લસણમાં રહેલા એન્ટી ફંગલ ગુણ પગમાં થતા ફંગલ ઇન્ફેક્શનને રોકવામાં અને તેને દૂર કરવામાં મદદ કરી શકે છે.
બ્લડ સર્ક્યુલેશન સુધરશે
લસણમાં સલ્ફર હોય છે. જ્યારે પગના તળિયા પર લસણ ઘસવામાં આવે તો બ્લડ વેઇન્સ રિલેક્સ થઈ જાય છે. જેના કારણે શરીરમાં બ્લડ સારી રીતે થાય છે. પગના તળિયામાં લસણ રગડવાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. પગના તળિયામાં લસણ ઘસવાથી શરીરમાં બ્લડ ફ્લો તેજ થઈ જાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
