વિવિધ પ્રકારના ગરમ મસાલામાંથી એક લવિંગ ઔષધી પણ છે. ખાસ તો ચોમાસામાં થતા વિવિધ સંક્રમણથી લવિંગ બચાવે છે. આજે તમને લવિંગનો ઉપયોગ કરી માથાનો દુખાવો કેવી રીતે મટાડવો તે જણાવીએ.
લવિંગનો ઉપયોગ મોટાભાગે રસોઈમાં કરવામાં આવે છે અને એ સિવાય જ્યારે દાંતમાં દુખાવો થાય ત્યારે લવિંગનો ઉપયોગ થાય છે. લવિંગ શરદી અને ઉધરસથી પણ રાહત અપાવે છે. જો ઘરમાં કોઈને શરદી, ઉધરસ થાય તો તુલસી અને લવિંગનો ઉકાળો પણ પીવડાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે લવિંગ માથાના દુખાવાથી પણ રાહત અપાવી શકે છે? જો તમને માથામાં દુખાવાની ફરિયાદ રહેતી હોય અને અવારનવાર માથું દુખતું હોય તો એક વખત દવા ખાવાને બદલે લવિંગનો આ ઉપાય ટ્રાય કરી જુઓ. લવિંગ તમારા માથાના દુખાવાને દૂર કરી દેશે.

આયુર્વેદમાં લવિંગને ઔષધી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. લવિંગમાં અલગ અલગ પ્રકારના ઔષધીય ગુણો હોય છે જે સ્વાસ્થ્ય માટે લાભકારી છે. લવિંગ ખાવાથી જેટલા ફાયદા થાય છે એટલા જ ફાયદા લવિંગ નું પાણી પણ કરી શકે છે. લવિંગની તાસીર ગરમ હોય છે તેથી ઠંડકવાળા વાતાવરણમાં લવિંગ વધારે ફાયદો કરે છે.
ચોમાસા દરમિયાન રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે આ સમયે અલગ અલગ બીમારીઓ પણ ઝડપથી ફેલાઈ જાય છે. આ સ્થિતિમાં લવિંગનું પાણી ફાયદાકારક સાબિત થઈ શકે છે. એક ગ્લાસ પાણીમાં બે લવિંગ ઉકાળીને પાણી પીવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે અને શરદી ઉધરસ જેવા સંક્રમણથી પણ બચી શકાય છે.
માથાનો દુખાવો દૂર કરવાનો ઉપાય
હવે વાત કરીએ માથાના દુખાવાની તો માથું દુખવાના અલગ અલગ કારણો હોય છે. ઘણીવાર ઊંઘ પૂરી ન થઈ હોય તો પણ માથું દુખે છે. તો કેટલીક વખત સ્ટ્રેસના કારણે માથું દુખતું હોય છે. કોઈપણ કારણસર માથામાં દુખાવો રહેતો હોય તો લવિંગનું પાણી પીવું જોઈએ તેનાથી તુરંત આરામ મળી શકે છે. ઘણા લોકોને સવારના સમયે માથું ભારે રહેતું હોય છે જો આવું રોજ સવારે થતું હોય તો રાત્રે એક ગ્લાસ પાણીમાં બે લવિંગ પલાળી દેવા. સવારે આ પાણીને હૂંફાળું ગરમ કરી પી લેવું.

આ રીતે લવિંગનું પાણી પીવાથી માથાના દુખાવાથી લઈને ડાયાબિટીસમાં પણ ફાયદો થશે. રોજ સવારે ખાલી પેટ લવિંગ નું પાણી પીવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં પણ મદદ મળી શકે છે. માનવામાં આવે છે કે લવિંગમાં એવા ગુણ હોય છે કે તે શરીરમાં ઇન્સ્યુલિન ઉત્પાદન વધારવામાં પણ મદદ કરે છે..

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
