મુંબઈના તમામ સાર્વજનિક ગણેશોત્સવ મંડળો તૈયારીમાં વ્યસ્ત છે. મુંબઈના કિંગ્સ સર્કલ ખાતેના જીએસબી ગણેશ મંડળે આ વર્ષે 474 કરોડ રૂપિયાનો વીમો ઉતાર્યો છે. ગયા વર્ષે 400 કરોડ રૂપિયાનો વીમો લીધો હતો જેમાં આ વર્ષે 74 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
474 કરોડ રૂપિયાના વીમા માટે કેટલું પ્રીમિયમ ભરવામાં આવ્યું એ ગોપનીયતાના કારણોસર જણાવવાનો મંડળે નકાર આપ્યો હતો. આ મંડળ પાસે 67 કરોડ રૂપિયાના સોનાના ઘરેણાં સહિત 325 કિલોથી વધારે ચાંદી છે. આ બધાનું મૂલ્ય વધ્યું હોવાથી વીમાની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. મહત્વની વાત એટલે જીએસબી મંડળના સ્વયંસેવક, પૂજારી, સુરક્ષા કર્મચારીઓને પણ વીમાનું સંરક્ષણ આપવામાં આવ્યું છે. ઉપરાંત કુદરતી આપત્તિના કારણે થનાર નુકસાનીનો પણ વીમામાં સમાવેશ છે. ઘરેણા સહિત આગ, ધરતીકંપ, અકસ્માત જેવી તમામ આપત્તિનો વિચાર કરીને આ વીમો કાઢવામાં આવ્યો છે.

દરમિયાન જીએસબી ગણેશ મંડળ મુંબઈના સૌથી શ્રીમંત ગણેશ મંડળોમાંથી એક છે. 2024માં મંડળે 400 કરોડ અને 2023માં 360.40 કરોડ રૂપિયાનો વીમો કાઢ્યો હતો. આ મંડળ તરફથી ચોવીસ કલાક પૂજા, અન્નદાન ચાલુ રહે છે. ગણેશોત્સવમાં દરરોજ અંદાજે 20 હજારથી વધુ ભાવિકો મુલાકાત કરે છે તો કેળાના પાન પર આપવામાં આવતા પ્રસાદ ભોજન અન્નદાનમાં લગભગ એક લાખથી વધુ લોકો સહભાગી થાય છે એવી માહિતી મંડળ તરફથી આપવામાં આવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
