47.32 કરોડ રૂપિયાની જીએસટી (ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ) ક્રેડિટ છેતરપિંડીમાં ભૂમિકા માટે થાણે જિલ્લામાં કંપનીના ડાયરેક્ટરની ધરપકડ કરવામાં આવી છે, એમ જીએસટી વિભાગ દ્વારા ગુરુવારે જણાવવામાં આવ્યું હતું.સેન્ટ્રલ જીએસટીના થાણે કમિશનરેટ દ્વારા જારી યાદી અનુસાર આંતરિક સ્તરે વિકસિત ઈન્ટેલિજન્સ અને આધુનિક ડેટા વિશ્લેષણ સાધનોનો ઉપયોગ કરીને આ છેતરપિંડી શોધી કાઢવામાં આવી હતી. તેમાં એવું બહાર આવ્યું કે વિવેક રાજેશ મૌર્ય દ્વારા ચલાવવામાં આવતી મેસર્સ કેએસએમ એન્ટરપ્રાઈઝીસ દ્વારા માલો અથવા સેવાઓનો વાસ્તવમાં પુરવઠો કર્યા વિના છેતરપિંડીથી ઈનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરાયો હતો અને લાભ લેવાયો હતો.

જીએસટી પ્રણાલી હેઠળ આઈટીસી (ઈનપુટ ટેક્સ ક્રેડિટ) એવી યંત્રણા છે, જેમાં વેપારીઓ આઉટપુટ પર વસૂલ કરે તે કર સામે તેમની ખરીદી પર તેઓ ચૂકવે તે કર ઓફફસેટ કરવાની અનુકૂળતા મળે છે, જેથી તેમને બમણો કર ચૂકવવો નહીં પડે. જોકે ઘણા બધા વેપારીઓ માલો અને સેવાઓના વાસ્તવમાં પુરવઠા વિના તે પુરવઠો કર્યો છે એવું બતાવીને આઈટીસીનો ખોટો લાભ લેતા હોય છે.
સીજીએસટીની યાદીમાં જણાવાયું છે કે આ પ્રકરણે મૌર્યની ધરપકડ પછી તેના નિવાસસ્થાનની તલાશી લેવાઈ હતી, જેમાં બેન્ક પાસબુક, ચેકબુક, મોબાઈલ ફોન અને અનેક છેતરામણી કંપનીઓ સાથે સંકળાયેલા દસ્તાવેજો સહિત વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા છે.મૌર્યની 19 ઓગસ્ટે ધરપકડ કરાઈ હતી. તેને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સામે હાજર કરાયો હતો, જ્યાં તેને 14 દિવસની ન્યાયાલયીન કસ્ટડી આપવામાં આવી હતી. આ પ્રકરણે તપાસ ચાલુ છે અને વધુ લોકોની સંડોવણી બહાર આવી શકે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
