જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ હોય અને તેણે કારેલા ખાધા વિના કારેલાથી થતા ફાયદા મેળવવા હોય તો આ ટ્રીક ટ્રાય કરી શકે છે. આજે તમને ડાયાબિટીસ માટેની કારેલાની ફુટ થેરાપી વિશે જણાવીએ.
ભારતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. ડાયાબિટીસ એવી સ્થિતિ છે જેમાં દર્દીના બ્લડમાં ગ્લુકોઝનું સ્તર વધી જાય છે. ડાયાબિટીસ બે પ્રકારના હોય છે ટાઈપ 1 ડાયાબિટીસ જેમાં શરીર ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરતું નથી અને ટાઈપ 2 ડાયાબિટીસ જેમાં ઇન્સ્યુલિન પ્રતિરોધ હોય છે એટલે કે શરીર ઇન્સ્યુલિનનું ઉત્પાદન તો કરે છે પણ પ્રભાવી રીતે તેનો ઉપયોગ કરવામાં અસમર્થ હોય છે.

ડાયાબિટીસને લઈને સારી વાત એ છે કે કેટલીક વસ્તુઓને ડાયટમાં સામેલ કરીને અને લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરીને ડાયાબિટીસને કંટ્રોલ કરી શકાય છે. આજે તમને આવો જ એક પ્રાકૃતિક ઘરેલુ ઉપચાર જણાવીએ જે સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદગાર સાબિત થઈ શકે છે.
આયુર્વેદમાં ડાયાબિટીસ કંટ્રોલ કરવા માટે કારેલાની ફૂટ થેરાપીની મદદ લેવામાં આવે છે આયુર્વેદિક એક્સપર્ટ અનુસાર ડાયાબિટીસમાં બ્લડ સુગર કંટ્રોલ કરવું હોય તો કડવા કારેલા મદદરૂપ થઈ શકે છે. તેના માટે કડવા કારેલા ખાવાની જરૂર નથી પરંતુ કારેલાની ફૂટ થેરાપી લેવાની હોય છે. કારેલાની ફુટ થેરાપી શું છે ચાલો જાણીએ.
કારેલાની ફૂટ થેરાપી
આ થેરાપી અંગે હેલ્થ એક્સપર્ટ ના જણાવ્યા અનુસાર બે થી ત્રણ કારેલાના બી કાઢી તેને ખમણી લેવા. ત્યાર પછી પ્લાસ્ટિકના જૂતામાં આ ખમણ પાથરી દેવું અને બંને જૂતાને પહેરી લેવા. હવે આ જૂતા પહેરીને એક કલાક સુધી વોક કરો. એક કલાક વોક કરવાથી મોઢામાં કારેલાનો કડવો સ્વાદ આવવા લાગશે. ત્યાર પછી વોક બંધ કરી પગ સાફ કરી લેવા અને પગ પર સરસવનું તેલ લગાડી લેવું.

ફુટ થેરાપી કેવી રીતે કામ કરે ?
આ થેરાપી અંગે માનવામાં આવે છે કે કારેલામાં એવા કમ્પાઉન્ડ હોય છે જે હેલ્થી મેટાબોલિઝમને સપોર્ટ કરે છે. આ રીતે કારેલાની થેરાપી લેવાથી શરીરની સુગર નેચરલી કંટ્રોલમાં રહે છે. આ થેરાપી શરીરમાં રહેલા આંતરિક અસંતુલનને સંતુલિત કરવાનું કામ કરે છે. આ થેરાપી શરીરની પ્રાકૃતિક કાર્ય પ્રણાલી સાથે તાલમેલ બેસાડીને અસર દેખાડે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
