મુલુંડની એક સોસાયટીમાં ૧૦ ફૂટ લાંબો અજગર દેખાતાં રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો. પ્રાણીમિત્ર સંગઠનના કાર્યકરોએ અજગરને પકડી સુરક્ષિત રીતે જંગલમાં છોડ્યો હતો. હાઉસિંગ સોસાયટીના પરિસરમાં અજગર નજરે પડયો હોવાની જાણ મંગળવારની બપોરે રેક્વિંક ઍસોસિયેશન ફૉર વાઈલ્ડલાઈફ વેલ્ફેર (આરએડબ્લ્યુડબ્લ્યુ)ને થઈ હતી. કૉલ આવતાં જ સંસ્થાના કાર્યકરો સોસાયટીમાં પહોંચ્યા હતા.

લાંબો અજગર સોસાયટીમાં નજરે પડ્યો હોવાની વાત ફેલાતાં રહેવાસીઓ ડરી ગયા હતા. બાદમાં અજગર સોસાયટીમાં આવેલા ઝાડ પર ચઢી ગયો હતો. સંસ્થાના કાર્યકરો અજગરને પકડી રહ્યા હતા ત્યારે તેને જોવા ટોળું એકઠું થયું હતું, એમ આરએડબ્લ્યુડબ્લ્યુના અધ્યક્ષ પવન શર્માએ જણાવ્યું હતું. ભારે વરસાદને કારણે સાપ-અજગરો પોતાના સ્થાનેથી દૂર નીકળી જાય છે અને તેમને પાછો પોતાના સ્થાને જવાનો માર્ગ મળતો નથી. સોસાયટી સંજય ગાંધી નૅશનલ પાર્કના જંગલથી માત્ર એક કિલોમીટરના અંતરે હોવાથી અજગર સોસાયટીમાં ઘૂસ્યો હોવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
