શ્રી મુંબઈના જૈન સંઘો વતી શ્રી દાદર જૈન સંઘ દ્વારા જગદગુરુ શંકારાચાર્યનું વિશિષ્ટ બહુમાન બોરીવલી ખાતે કાર્યક્રમમાં કરાયું, જેમાં કબૂતરખાના વિશે તેમણે લીધેલા નિર્ણયોને જૈનાચાર્યો વતી પત્ર દ્વારા અનુમોદિત કરવામાં આવ્યા હતા અને તેના જવાબ સ્વરૂપે તેમણે પોતાના વકતવ્યમાં બંધારણ, ધર્મ સત્તા મહાસત્તાથી પરે ન હોઈ શકે તેવા વાતની ખૂબ આકર્ષક રીતે પુષ્ટિ કરી હતી.
મુંબઈ જૈન સંઘ વતી અશોકભાઈ કોરડિયા, જીજ્ઞેશભાઈ અને દાદર જૈન સંઘ વતી બંદીશભાઈ, અનિલભાઈ મોરબિયા અને અન્ય કાર્યકરો ગાયમાતાનું પ્રતીક અને અન્ય ભેટસોગાદથી જગદગુરુ શંકારાચાર્ય પીઠાધીશ્વર શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનું વિશિષ્ટ બહુમાન કર્યું હતું અને અતુલકુમાર વ્રજલાલ શાહે પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે અમો અમારા ગચ્છાધિપતિ શ્રી કલ્પતરુસૂરીશ્વરજી મહારાજા અને આચાર્ય ભગવંત શ્રી રૈવતસૂરીશ્વરજી મહારાજાનો સંદેશ લઈને આવ્યા છે કે કબૂતરો માટે આપે પત્રકાર પરિષદ કરીને આ પ્રશ્નને ધર્માચાર્યો દ્વારા જ ધર્મ સંસદની સામે રાખવો જોઈએ, જેની અમો ભાવભરી અનુમોદના કરીએ છીએ.

બંધારણની કલમ 51 (એ) (જી) અંતર્ગત પશુઓ પ્રત્યે કરુણા હોવી તે મૂળભૂત ફરજ છે અને જલીકુટ્ટીના કેસમાં પણ સર્વોચ્ચ અદાલતે પ્રાણીઓને પણ મૂળભૂત અધિકારો આપ્યા છે જેમાં પ્રાણીઓને શાંતિથી જીવવાનો, ભૂખ્યા નહીં રહેવાનો, દર્દ વગર જીવન જીવવાનું અને સન્માનથી આ સૃષ્ટિ પર રહેવાનો માણસ જેટલો જ અધિકાર છે અને પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી એનિમલ એક્ટ અંતર્ગત પણ પ્રાણીઓને ભૂખ્યા રાખવા અને તેના દ્વારા તેના મોતના મુખમાં ધકેલવા તે પણ ગુનો બનતો હોવાથી કબૂતરો અંગે કોર્પોરેશને વ્યાજબી નિર્ણય લેવો જોઈએ એ વાતની રજૂઆત કરી હતી.
આ વાતનો સહજ પ્રત્યુત્તર આપતાં જ્યોતિષ પીઠાધીશ્વર શ્રી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતિએ જણાવ્યું હતું કે મારા આટલા નાના સહકાર સામે જૈનાચાર્યોએ આટલો સરસ પ્રતિભાવ આપતાં હું અત્યંત અભિભૂત થયો છું અને જૈનો પોતાની ધર્મ ફરજની જવાબદારીમાં આટલા સતર્ક છે એ જાણીને મને ખૂબ જ આનંદ થયો છું અને જૈન મુનિઓ અને તેમનો સમાજ કેટલો ઉદાર છે તે વાતની પુષ્ટિ કરે છે.

જીવોની દયા સનાતન ધર્મનું અંગ જીવોની દયા પાળવી એ સનાનત ધર્મનો ઐચ્છિક નહીં પરંતુ અનિવાર્ય અંગ છે. બંધારણ ધર્મના મૂળ તત્ત્વને સ્વીકારશે એ વાતની ખાતરી મળ્યા પછી જ અમે આ બંધારણનો સ્વીકાર કર્યો છે. બંધારણના નામે કોઈ અદાલત કે કોઈ ન્યાયાધીશ અમોને ધર્મ કરતાં અટકાવી નહીં શકે કેમ કે અમે કોઈ જ અપરાધ નથી કર્યો કે અમે મજબૂર પણ નથી અમે માત્ર અમારા ધર્મના મૂળ તત્ત્વનો પક્ષપાત કર્યો છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
