મુંબઈમાં ૬૫ વર્ષીય ભૂતપૂર્વ બેન્ક કર્મચારી સાથે જુદી જુદી સાયબર ટોળકી દ્વારા શેર ટ્રેડીંગમાં ઊંચા વળતરના સ્વપ્ન દાખવીને બે મહિનામાં બે વખત છેતરપિંડી કરવામાં આવી હતી. વૃધ્ધ પાસેથી રૃ.બાવન લાખ પડાવી લેવામાં આવ્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું.
ગોરેગાંવમાં રહેતા સિનિયર સિટીઝને નોર્થ રીજન સાયબર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી એકટની સંબંધિત કલમો હેઠળ છેતરપિંડી કરનારા સાત આરોપી સામે કેસ નોંધી વધુ તપાસ આદરી છે.

રાષ્ટ્રીયકૃત બેન્કમાંથી નિવૃત્ત થયેલા પીડિતના જણાવ્યા મુજબ તેને જૂન મહિનામાં એક વોટ્સએપ ગુ્રપમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ ગુ્રપમાં એડમિન દ્વારા શેર ટ્રેડીંગ બાબતે ટિપ્સ આપવામાં આવતી હતી. થોડા દિવસ પછી એક મહિલાનો તેમને વોટ્સએપ મેસેજ મળ્યો હતો. એમાં તેમને શેર ટ્રેડીંગમાં રોકાણ કરવામાં રસ છે કે કેમ એની પૂછપરછ કરવામાં આવી હતી.
વૃધ્ધ રોકાણ કરવા સહમત થયા બાદ મહિલાએ તેમને એક લિંક મોકલી હતી. તેમણે મોબાઈલ ફોનમાં એપ્લીકેશન ડાઉનલોડ કરી હતી.ફરિયાદીએ શેરમાં રોકાણ કરવા માટે વિવિધ ખાતાઓમાં રૃ.૩૦.૬૫ લાખ જમા કરાવ્યા હતા. બાદમાં સિનિયર સિટીઝનને રૃ.૧.૨૩ કરોડનો નફો થયો હોવાનું એપમાં દાખવતા હતા.
ગત ૧૫ જુલાઈના વૃધ્ધે ઈન્સ્ટાગ્રામ પર ફાયનાન્શિયલ સર્વિસ કંપનીની શેરમાં રોકાણ વિશે એક જાહેરાત થઈ હતી.

પોલીસે જણાવ્યું કે સાયબર ઠગની સૂચના મુજબ વૃધ્ધે એક એપ ડાઉનલોડ કરીને આરોપીના જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં રૃ.૨૧.૨૫ લાખ જમા કર્યા હતા. આ એપમાં પણ ફરિયાદીને રૃ.૧.૪૬ કરોડનો નફો થયો હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. વૃધ્ધે પૈસા ઉપાડવા માટે બંને ગેંગનો સંપર્ક કર્યો હતો પરંતુ તેમણે નફો મૂળ રકમ આપવાની ના પાડી દીધી હતી.
પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા ફરિયાદીએ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
