દક્ષિણ મુંબઈના મદનપુરા ખાતે ઉપકરપ્રાપ્ત ચાર માળાની અતિજોખમકારક ઈમારત ધસી પડવાની ઘટના તાજેતરમાં બની હતી. તેથી મ્હાડાનું મુંબઈ ઈમારત રિપેરીંગ અને પુનર્રચના મંડળ એલર્ટ મોડ પર આવ્યું છે. ચોમાસા પહેલાં અતિજોખમકારક જાહેર કરેલી 96 ઈમારત તાત્કાલીક ખાલી કરાવવામાં આવશે. ઈમારતોના વીજ, પાણી કનેક્શન કાપવામાં આવશે. તેમ જ પોલીસની મદદ લઈને એ ખાલી કરાવવાની કાર્યવાહી મ્હાડા તરફથી કરવામાં આવશે.
મ્હાડાએ ચોમાસાને ધ્યાનમાં રાખતા ઉપકરપ્રાપ્ત ઈમારતોના કરેલા સ્ટ્રકચરલ ઓડિટમાં 96 ઈમારતો અતિજોખમકારક જણાઈ છે. એમાં લગભગ 2 હજાર 400 કુટુંબ રહે છે. તેમની સુરક્ષા માટે મ્હાડાએ નોટિસ મોકલીને ઈમારત ખાલી કરવા જણાવ્યું હતું. તેમ જ ટ્રાન્ઝિટ કેમ્પ અથવા મહિનાનું 20 હજાર રૂપિયા ભાડું લેવાનો પ્રસ્તાવ રાખ્યો છે. છતાં રહેવાસીઓ તરફથી ઈમારત ખાલી કરવાનું ટાળવામાં આવી રહ્યું છે.

દરમિયાન અતિજોખમકારક ઈમારત તૂટી પડતા અકસ્માત થાય તો મોટી જીવહાની અને નાણાંહાની થવાનો ડર છે. તાજેતરમાં મદનપુરા ખાતેની ચાર માળાની નૂર મંઝીલ ઈમારત તૂટી પડી હતી. સદનસીબે આ ઈમારત પહેલાં જ ખાલી કરાવવામાં આવી હોવાથી કોઈ જીવહાની થઈ નહોતી. તેથી ભવિષ્યના જોખમને ધ્યાનમાં લેતા મ્હાડા જે રહેવાસીઓ ઈમારત ખાલી કરતા નથી તેમને પોલીસની મદદ લઈને ફરજિયાત ખાલી કરાવવામાં આવશે. આ કાર્યવાહી અઠવાડિયામાં શરૂ કરવામાં આવશે.
અધિકારી કેવી રીતે જવાબદાર? મુંબઈની ઉપકરપ્રાપ્ત ઈમારતોની જવાબદારી મ્હાડાના મુંબઈ રિપેરીંગ અને પુનર્રચના મંડળ પર છે. એ અનુસાર જુદા જુદા પ્રકારનું રિપેરીંગ મંડળ કરાવે છે છતાં અતિજોખમકારક ઈમારતનું રિપેરીંગ કરીને કોઈ ફાયદો થતો નથી. તેથી મ્હાડાએ આ ઈમારતો ખાલી કરાવવા અને સંબંધિત રહેવાસીઓને ટ્રાન્ઝિટ કેમ્પમાં ઘર અથવા ભાડું આપવાનું શરૂ કરવા જરૂરી પુરાવા રજૂ કરવા જણાવ્યું છે. છતાં રહેવાસીઓ ઈમારત ખાલી કરવા બાબતે કોઈ પ્રતિસાદ આપતા નથી. તેથી કોઈ ઈમારત તૂટી પડતા અકસ્માત થાય તો મ્હાડા અથવા અધિકારીઓ કેવી રીતે જવાબદાર ગણાય એવો સવાલ એક અધિકારીએ કર્યો છે.

For more details… Contact 9322529232 / 9324483455
