બેડ કોલેસ્ટ્રોલ એટલે કે LDL કોલેસ્ટ્રોલ ઓછું કરવા માટે કાચુ લસણ ખાવું ફાયદાકારક ગણાય છે. જે લોકો હાઈ કોલેસ્ટ્રોલથી પરેશાન હોય તેઓ કાચું લસણ 3 રીતે ખાઈ શકે છે.
બેડ કોલેસ્ટ્રોલ એવી સમસ્યા છે જે કોઈપણ વ્યક્તિને થઈ શકે છે. બેડ કોલેસ્ટ્રોલના કારણે હાર્ટ સંબંધિત અન્ય સમસ્યાનું જોખમ પણ વધી જાય છે. જ્યારે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું સ્તર વધી જાય તો હાર્ટ સંબંધિત બીમારીઓનું જોખમ ઝડપથી વધે છે, જેમાં સ્ટ્રોક અને હાર્ટ અટેકનું જોખમ પણ વધી જાય છે. તેથી જ બેડ કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવું જરૂરી છે. બેડ કોલેસ્ટ્રોલ વધારે હોય તો દવાઓની સાથે લસણનું સેવન પણ કરી શકાય છે. બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં લસણ અસરકારક સાબિત થાય છે.
કાચું લસણ ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ નું સ્તર ઓછું થઈ શકે છે. લસણમાં એન્ટિબાયોટિક્સ ગુણ હોય છે. આ સિવાય લસણમાં વિટામિન સી, મેગ્નેશિયમ, સેલેનિયમ અને ઝીંક જેવા તત્વો પણ હોય છે. બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે ખાલી પેટ કાચું લસણ ખાવાનું હોય છે. લસણને ડાયટમાં ત્રણ રીતે સામેલ કરી શકાય છે.
ખાલી પેટ લસણ ખાવાથી થતા ફાયદા

1. બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે અને હાર્ટ હેલ્થ સુધારવા માટે લસણ રોજ ખાવું જોઈએ. માનવામાં આવે છે કે રોજ લસણનું સેવન કરવાથી હાર્ટ હેલ્થ બુસ્ટ થાય છે. લસણ બેડ કોલેસ્ટ્રોલ ઓછું કરે છે અને ગુડ કોલેસ્ટ્રોલ નું લેવલ વધારે છે. તેનાથી હાર્ટ સાથે જોડાયેલી નશો ઠીક થાય છે અને નસોમાં જામેલી ગંદકી સાફ થાય છે. જેનાથી હાર્ટ એટેકનું રિસ્ક ઓછું થઈ શકે છે.
2. કાચું લસણ નિયમિત ખાવાથી શરીરમાં જામેલા ટોક્સિન પણ બહાર નીકળી જાય છે. કાચુ લસણ ખાવાથી નસોની સફાઈ થઈ જાય છે અને શરીર અંદરથી સ્વસ્થ બને છે. લસણ ખાવાથી અન્ય બીમારીનું રિસ્ક પણ ઘટી જાય છે. લસણ શરીરનું ઇન્ફ્લેમેશન પણ ઓછું કરે છે.
3. લસણમાં એવા તત્વો હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં પણ મદદ કરે છે. બ્લડ પ્રેશર લેવલ નોર્મલ રહે તો હાર્ટ હેલ્થ પણ સારી રહે છે.
કાચુ લસણ ખાવાની 3 રીતો
બેડ કોલેસ્ટ્રોલ ઓછું કરવા અને હાર્ટ હેલ્થ સુધારવા માટે લસણને 3 અલગ અલગ રીતે ખાઈ શકાય છે. સવારે ખાલી પેટ કાચું લસણ તમે ખાઈ શકો છો. ઘણા લોકો લસણને ચાવીને પણ ખાતા હોય છે અને ઘણા લોકો લસણ ગળી જતા હોય છે. આ સિવાય બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માટે લસણને શેકીને પણ ખાઈ શકાય છે. જો આ બે રીતે લસણ ન ખાવું હોય તો તમે રોજની રસોઈમાં લસણની ચટણીનો સમાવેશ કરી શકો છો. ભોજન સાથે લસણની ચટણી ખાવાથી પણ લસણ થી થતા ફાયદા શરીરને મળી શકે છે

For more details… Contact 9322529232 / 9324483455
