મુલુંડમાં પી.કે. રોડ સ્થિત ઝેનિથ ટાવરમાં રહેતાં ૪૫ વર્ષીય મેહુલ હરિયા ૫ ઓગસ્ટના રાબેતા મુજબ સવારે ૭.૩૦ કલાકે તેમની રૂા. ૧૭,૮૦૦ની કિંમતની સાયકલ લઈને એલબીએસ માર્ગ પર જોન્સન એન્ડ જોન્સન ગાર્ડનમાં મોર્નિંગ વોક કરવા ગયા હતા. હરિયાએ સાયકલ ગાર્ડનની બહાર પાર્ક કરી હતી અને લગભગ સવા આઠ વાગ્યાની આસપાસ વોક કરીને તેઓ બહાર આવ્યા તો તેમની સાયકલ પાર્ક કરેલા સ્થળેથી ગાયબ થઈ ગઈ હતી. હરિયાએ આસપાસના વિસ્તારમાં સાયકલ શોધી જે મળી નહીં. તેથી સાયકલ ચોરાઈ ગઈ હોવાની ખાતરી થતાં હરિયાએ અજ્ઞાત ચોરટા વિરૂદ્ધ તેમની રોક રાયડર કંપનીની સાયકલ ચોરી ગયો હોવાની ફરિયાદ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

For more details… Contact 9322529232 / 9324483455
