રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન દ્વારા વિચારપૂર્વકની અને નૈતિકતાના આધાર પર પહેલ નમસ્તે અભિયાન લોન્ચ કરવામાં આવી છે, જે ‘‘નમ્રતા ઔર સ્ટ્રોંગ ટિકિટ એક્ઝામિનેશન’’નું ટૂંકું સ્વરૂપ છે.આ અભિયાન વિનમ્રતાને વિલીન કરતી ફિલોસોફી છે, જે ગૌરવ અને સહાનુભૂતિ સાથે નિયમની અમલબજાવણીની ખાતરી રાખે છે.આ પહેલના હાર્દમાં ગૌરવ, સુરક્ષા, જાહેર હિત, સહાનુભૂતિ અને જવાબદારી જેવાં મૂલ્યો પ્રત્યે ઘેરી કટિબદ્ધતા છે.
આ અભિયાનનું લક્ષ્ય ટિકિટ ચેકિંગ સ્ટાફમાં આત્મવિશ્વાસ પુનઃસ્થાપિત કરવાનું, તેમના અધિકારોનું રક્ષણ કરવાનું અને એકંદર પ્રવાસી અનુભવ બહેતર બનાવવાનું છે.આ પહેલ હેઠળ બોરીવલી સ્ટેશન પર હાલમાં જ મોટે પાયે કિલ્લાબંધી ટિકિટ ચેકિંગ ઓપરેશન હાથ ધરાયું હતું, જેમાં 300 ટિકિટ ચેકિંગ સ્ટાફે રેલવે પ્રોટેકશન ફોર્સ ને ગવર્નમેન્ટ રેલવે પોલીસ સાથે સહયોગ કર્યો હતો. એક દિવસમાં આશરે 5200 ટિકિટ વિના પ્રવાસ કરતા પ્રવાસીઓને પકડી પાડી તેમની પાસેથી રૂ. 13.50 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

સુરક્ષા અને પારદર્શકતાની ખાતરી રાખવા માટે ખાસ તૈયાર કરાયેલું સુરક્ષાત્મક જેકેટ ટીટીઓને આપવામાં આવ્યું છે. આ જેકેટ અથવા વેસ્ટ્સમાં બોડી કેમેરા, હેન્ડ હેલ્ડ ટર્મિનલ્સ (એચએચટી), એક્સેસ ફેર ટિકિટ (ઈએફટી) બુક અને જાહેર ઘોષણા માટે મિની સ્પીકર્સ માટે વિશેષ વ્યવસ્થા ધરાવે છે. આ ટેકનોલોજિકલ અખંડતા ટિકિટ ચેકિંગ સ્ટાફને શારીરિક તેમ જ કાનૂની રક્ષણ પણ પૂરું પાડે છે, જે સાથે પ્રવાસીઓ સાથે આદાનપ્રદાન કરવામાં પારદર્શકતા અને ઉત્તરદાયિત્વ પર ભાર આપે છે.અભિયાનનું વધુ એક મહત્ત્વપૂર્ણ ઘટક સ્ટેશન સંકુલમાં પ્રી-કસ્ટડી વિસ્તારોની નિર્મિતી છે.
આ સ્થાનિકીય ઝોન સીસીટીવી સર્વેલન્સ હેઠળ છે, જે ટિકિટ વિના પ્રવાસ કરનાર સાથે નિયંત્રિત અને સન્માનજનક રીતે વ્યવહાર કરવા માટે તૈયાર કરાયા છે. આને કારણે ઓફિસોમાં સંભવિત સંઘર્ષ અને બિનજરૂરી વાદવિવાદ ટળશે, જેથી પ્રવાસીઓ અને કર્મચારીઓ માટે પણ ઉચિત વ્યવહારની ખાતરી રહેશે. કમર્શિયલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ અસરકારક સંદેશવ્યવહાર અને વ્યાવસાયિક રીતે પ્રવાસીઓને હાથ ધરવા પર કેન્દ્રિત વર્કશોપ પણ હાથ ધર્યા છે.

શાસન મજબૂત અને સંવેદનશીલ નમસ્તે અભિયાન શાસન મજબૂત અને સંવેદનશીલ પણ કઈ રીતે હોઈ શકે તેનો શક્તિશાળી દાખલો છે. તે શિસ્તની કદર કરતા નૈતિક જાહેર વહીવટનું મોડેલ છે. પ્રતિક્રિયાનાં પગલાં પર આધાર રાખવાને બદલે તે પૂર્વસક્રિય અને માળખાબદ્ધ અભિગમ અપનાવે છે, જે ન્યાયીપણું જાળવી રાખે છે, વિશ્વાસ પ્રોત્સાહિત કરે છે, જાહેર મિલકતનું રક્ષણ કરે છે અને ફ્રન્ટલાઈન કર્મચારીઓની નૈતિકતાનું સંવર્ધન કરે છે, એમ પશ્ચિમ રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું.

For more details… Contact 9322529232 / 9324483455
