ભાયંદરમાં હત્યાના કેસમાં છેલ્લાં ૨૮ વર્ષથી ફરાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે વસઇથી ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. હાલ પચાસ વર્ષની વયનો આરોપી રાજેન્દ્ર રામદુલાર પાલ ધરપકડથી બચવા માટે પોતાની ઓળખ બદલીને વિવિધ સ્થળે છુપાતો ફરતો હતો. આરોપી રાજેન્દ્ર પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં રહ્યો હતો, જ્યાં તેણે મજૂરીકામ કર્યું હતું. દરમિયાન પોલીસે ટેક્નિકલ બાબતોનો અભ્યાસ, જૂના કેસના રેકોર્ડનું વિશ્લેષણ, ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ તેમ જ માહિતીને આધારે આરોપીને ૪ ઑગસ્ટે વસઇ પૂર્વથી શોધી કાઢ્યો હતો, એમ ક્રાઇમ બ્રાન્ચના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રમોદ બડાખે જણાવ્યું હતું. ભાયંદર પૂર્વમાં આવેલી દુકાનમાં પાંચમી ઑક્ટોબર, ૧૯૯૭ના રોજ નજીવી બાબતે થયેલા વિવાદમાં આરોપીએ ધરમનાથ પાંડે પર લાઠીથી હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઇજાને કારણે તેનું મૃત્યુ થયું હતું.

For more details… Contact 9322529232 / 9324483455
