મુંબઈમાં સાવલી બાર પરથી વાતાવરણ ગરમ છે ત્યારે ઉપનગરોના અનેક બારમાં ઓર્કેસ્ટ્રાના નામ હેઠળ અશ્લિલ ડાન્સ ચાલુ હોવાની આંચકાજનક બાબત પ્રકાશમાં આવી છે. છેલ્લા બે દિવસમાં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે તારદેવ, અંધેરી અને ઘાટકોપરના નામાંકિત બાર પર દરોડો પાડીને અનેકની ધરપકડ કરી હતી. આ ત્રણેય ઠેકાણેના બારમાંથી 25 બારબાળાનો છૂટકારો કરવામાં આવ્યો. તેમના પર રૂપિયા ઉડાવીને અશ્લિલ ડાન્સને પ્રોત્સાહન આપનારા લગભગ 60 જણ પર કાર્યવાહી કરવામાં આવી. બારચાલક અને માલિક પર આ બાબતે સંબંધિત પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
અંધેરીના એક બારમાં નિયમ કોરાણે મૂકીને ગીતોના બહાને બારબાળાને અશ્લિલ ડાન્સ કરવા ફરજ પાડવામાં આવતી હોવાની માહિતી પોલીસને મળી. ક્રાઈમ બ્રાન્ચ યુનિટ 10ની ટીમે ખાતરી કરવા દરોડો પાડ્યો ત્યારે 7 મહિલા ડાન્સ કરતી હતી. લગભગ 20 ગ્રાહકો તેમને ડાન્સ કરવા પ્રોત્સાહન આપતા પકડાયા. ગ્રાહક, કર્મચારી મળીને લગભગ 26 જણ વિરુદ્ધ અંધેરી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઘાટકોપર ખાતેના એક બારમાંથી ક્રાઈમ બ્રાન્ચ યુનિટ 7ની ટીમે ત્રણથી ચાર બારબાળાનો છૂટકારો કર્યો હતો.

બારમાં પરવાનગી કરતા વધારે બારબાળા રાખવામાં આવે છે. તેમને છુપાવવા બારમાં અનેક છુપી જગ્યા તૈયાર કરવામાં આવે છે. આમ છતાં બહારથી બધુ આલબેલ અને નિયમાનુસાર ચાલતું હોવાનું ચિત્ર નિર્માણ કરવામાં આવે છે. તારદેવ ખાતેના એક બારમાં આમ ચાલતું હોવાની માહિતી ક્રાઈમ બ્રાન્ચ યુનિટ 3ની ટીમને મળી. ટીમે દરોડો પાડ્યો ત્યારે 12 બારબાળા અશ્લિલ ડાન્સ કરતી હતી. 32 ગ્રાહકો તેમના ડાન્સ પર ખુશ થઈને રૂપિયા ઉડાડતા દેખાયા. ગ્રાહક, કામદાર, બારચાલક એમ લગભગ 47 જણ વિરુદ્ધ તારદેવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

For more details… Contact 9322529232 / 9324483455
