છેલ્લા બે વર્ષમાં ઘણા મોટા રોકાણકારોએ Paytm માં પોતાનો હિસ્સો વેચી દીધો છે. ફ્લોર પ્રાઈસ પ્રતિ શેર 1020 રૂપિયા રાખવામાં આવી છે.
દેશની જાણીતી ફિનટેક કંપની Paytm વિશે સમાચાર બહાર આવ્યા છે કે ચીનનું Ant Group તેના શેર વેચવા જઈ રહ્યું છે. ચીનનું Ant Group One97 Communications ના મુખ્ય શેરધારકોમાંનું એક છે. પરંતુ, 5 ઓગસ્ટના રોજ એક બ્લોક ડીલ મારફતે દ્વારા ચીનનું Ant Group તેનો 5.84 ટકાનો સંપૂર્ણ હિસ્સો 3803 કરોડ રૂપિયા એટલે કે 38 અબજ રૂપિયામાં વેચવા તૈયાર છે. નોંધનીય છે કે એટફિન ચીનના Alibaba Groupની પેટાકંપની છે. તે પહેલા Ant Finance તરીકે પણ જાણીતી હતી.
ચીની કંપની Paytm માં હિસ્સો વેચશે

છેલ્લા બે વર્ષમાં ઘણા મોટા રોકાણકારોએ Paytm માં પોતાનો હિસ્સો વેચી દીધો છે, જેમાં જાપાનનું Soft Bank Group અને વોરેન બફેટની કંપની બર્કશાયર હેથવેનો સમાવેશ થાય છે. ગોલ્ડમેન સૈક્સ ઇન્ડિયા સિક્યોરિટીઝ અને સિટી ગ્રુપ માર્કેટ્સ ઇન્ડિયા આ ડીલનું નેતૃત્વ કરશે. જોકે, આ અંગે Ant Group કે One97 Communications દ્વારા હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
Ant Fin છેલ્લા બે વર્ષથી Paytm માં પોતાનો હિસ્સો સતત ઘટાડી રહ્યું છે. અગાઉ, મે 2023માં એન્ટ ગ્રુપે તેનો 4 ટકા હિસ્સો વેચ્યો હતો અને પછી ઓગસ્ટ 2023માં તેણે 10.3 ટકા હિસ્સો વેચી દીધો હતો. અહેવાલો અનુસાર, આ સોદામાં 3.77 કરોડના ઇક્વિટી શેર વેચવામાં આવશે, જે પેટીએમના બાકી શેરના 5.84 ટકા છે. ફ્લોર પ્રાઈસ પ્રતિ શેર 1020 રૂપિયા રાખવામાં આવી છે.

For more details… Contact 9322529232 / 9324483455
