એક ખાનગી કંપનીના ૫૮ વર્ષીય નિવૃત્ત એક્ઝિક્યુટિવ સાથે બે અલગ સલગ સાયબર ટોળકી દ્વારા કુલ રૃા.૨.૬૦ કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. શેરમાર્કેટમાં રોકાણ પર ઉંચા વળતરના વચનો આપીને તેમને જાળમાં ફસાવવામાં આવ્યા હતા. આ માટે ઓનલાઇન પ્લેટપોર્મ અને નકલી મોબાઇલ એપ્લિકેશનનો ઉપયોગ કરાયો હતો.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આ છેતરપિંડી ૧૦ જૂનથી શરૃ થઇ હતી. ફરિયાદીએ ફેસબુક પર શેરબજારની જાહેરાત જોઇ હતી. જાહેરાત પર ક્લિક કરવાથી તેને કુવેરા આલ્ફા કલબ માળના વોલ્ટએપ ગુ્રપમાં સામેલ કરવામાં આવ્યા હતા. એમાં ૧૦૨ સભ્યો હતા.
ગ્રુપમા એક એડમિન નિયમિતપણે શેરબજારના અપડેટ્સ અને ઇન્વેસ્ટમેન્ટ માટેની સલાહ આપતો હતો. ફરિયાદીનો ધીમે ધીમે વિશ્વાસ વધી ગયો હતો. ગ્રુપ એડમિને તેને બીજા વોટ્સએપ ગ્રુપમાં એક લિંક મોકલી હતી. આ બીજા ગ્રુપમાં તેને કુવેરા નામની એપ ડાઉનલોડ કરવા અને ડીમેટ એકાઉન્ટ ખોલવાની સૂચના આપવામાં આવી હતી.

નાણાકીય સલાહકાર તરીકે રુતુજા લાડ અને નીલમ સાન્યાલે તેમનો સંપર્ક કર્યો અને ઇન્વેસ્ટમેન્ટ માટે માર્ગદર્શન આપવાનું શરૃ કર્યું હતું. તેમની સલાહ મુજબ પીડિત વ્યક્તિએ એપ્લિકેશન દ્વારા રૃા.૫૬.૨૦ લાખનું રોકાણ કર્યું.
બીજી તરફ લગભગ તે જ સમયે ફરિયાદીએ યુટીઆઇ કેપિટલ નામની રોકાણ સંબંધિત અન્ય એક ઓનલાઇન જાહેરાત જોઇ હતી. તેના પર ક્લિક કરતા જ સાયબર ટોળકીએ તેમને યુટીઆઇ કેપિટલ સ્ટોર્મ નામના બીજા વોટ્સએપ ગ્રુપમાં સામેલ કર્યા હતા. આ ગુ્રપમાં તેમનો પરિચય બે વધુ સલાહકારો સાન્યા કપૂર અને ઇમ્તિયાઝુર રહેમાન સાથે થયો હતો. તેમણે લિંક દ્વારા ઓટીસી (ઓવર-ધ કાઉન્ટર) એકાઉન્ટ ખોલવાની સૂચના આપી હતી. તેમને સલાહને અનુસરીને ફરિયાદીએ વિવિધ બેન્ક ખાતાઓમાં રૃા.૨.૦૭ કરોડ ટ્રાન્સફર કર્યા હતા.
શરૃઆતમાં ફરિયાદીને વળતર બતાવવામાં આવ્યું હતું. આથી તેમનો વિશ્વાસ વધી ગયો હતો. તેમણે રકમ કાઢવાનો પ્રયાસ કર્યો હતો. તે સમયે આરોપી સલાહ કારો તેમને વધારાના પાંચ ટકા ચૂકવવા કહ્યું હતું. આથી તેમને શંકા ગઇ હતી. તેમણે કપૂર અને રહેમાનનો પણ સંપર્ક કર્યો હતો. પરંતુ કોઇ જવાબ મળ્યો નહીં.

આમ છેવટે છેતરપિંડી થઇ હોવાનું માસૂમ પડતા ફરિયાદીએ તાત્કાલિક સાયબર હેલ્પલાઇન પર સંપર્ક કર્યો હતો. આ મામલામાં સેન્ટ્રલ રિજન સાયબર પોલીસે કેસ નોંધી તપાસ શરૃ કરાઇ હતી. આરોપીઓના બેન્ક વ્યવહારો અને અન્ય માહિતી મેળવવામાં આવી રહી છે.

For more details… Contact 9322529232 / 9324483455
