ગણેશોત્સવ મંડળોએ મંડપ માટે ખોદેલા ખાડા પર વધારે દંડ લેવાનો નિર્ણય મુંબઈ મહાપાલિકા પ્રશાસને પાછો ખેંચ્યો છે છતાં મંડળોએ ખાડા વિનાના જ મંડપ ઊભા કરવા એવી શરત યથાવત રાખવામાં આવી છ. તેથી મુંબઈના ગણેશોત્સવ મંડળોએ ખાડા વિનાના મંડપ માટે નવી ટેકનોલોજી વાપરવી પડશે. રસ્તા પર ખાડા ન ખોદતા કેવી રીતે મંડપ બાંધવો એ માટે મહાપાલિકાના પાયાભૂત સુવિધા વિભાગે ઉપાય પણ સૂચવ્યા છે. એમાં રેતીથી ભરેલા ટીપડામાં થાંભલા ઊભા કરવાની સૂચના આપવામાં આવી છે. રસ્તા પર ખાડા ખોદીને એમાં બાંબુ નાખીને મંડપ ઊભા કરવાની પદ્ધતિ હવે ભૂતકાળ બનશે.

આ વર્ષથી મંડળોએ ખાડા વિના મંડપ ઊભા કરવા એવી શરત મુંબઈ મહાપાલિકાએ રાખી છે. મંડપ ઊભા કરવા રસ્તા અથવા ફૂટપાથ પર ખાડા ખોદશે તો ખાડા દીઠ 15 હજાર રૂપિયા દંડ કરવાનો ઈશારો મુંબઈ મહાપાલિકાએ આપ્યો હતો. જો કે રાજકીય પક્ષોએ વિરોધ કરતા ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ મહાપાલિકા કમિશનર ભૂષણ ગગરાણીને આ વધારાનો દંડ રદ કરવાનો આદેશ આપ્યો. હવે પહેલાં પ્રમાણે જ ખાડા દીઠ 2 હજાર રૂપિયા દંડ કરવામાં આવશે. જો કે દંડ રકમ ઓછી કરી છતાં મંડપ ખાડા વિના જ ઊભા કરવા પર મુંબઈ મહાપાલિકા પ્રશાસન મક્કમ છે.

For more details… Contact 9322529232 / 9324483455
