શ્રી સંભવનાથ જિનાલય ગુલટેકરી જૈન સંઘ પૂનામાં પં. રાજરક્ષિતવિજય, પં.નયરક્ષિતવિજય આદિ સાધુ સાધ્વીજીની પાવન નિશ્રામાં બાલ બ્રહ્મચારી, ગિરનાર તીર્થમંડણ શ્રી નેમિનાથ પરમાત્માના જન્મ અને દીક્ષા કલ્યાણક નિમિત્તે ત્રિદિવસીય મહોત્સવનો પ્રારંભ થયો. સેંકડો ભાઈ બહેનોએ અઠ્ઠમ તપનું પચ્ચક્ ખાણ લઈને મંગલ કર્યું હતું.
પંન્યાસજી મહારાજે પરમાત્માના જન્મ કલ્યાણકનું વાંચન કર્યું ત્યારે લાભાર્થી મોર્નીગ ગ્રુપ પરિવારે રજતના પારણામાં નેમિકુમારને ઝુલાવ્યાં હતાં. યુગપ્રધાન પ્રવચન મંડપમાં જન્મ કલ્યાણકની ઉજવણી માટે સેંકડો લોકો પધાર્યાં હતાં. પ્રભુ જન્મની ખુશાલી વ્યક્ત કરવા યુવાનોએ ચામર નૃત્યની રમઝટ બોલાવી હતી. નેમ…નેમ…નેમ…ની ધૂનથી પ્રવચન મંડપ ગુંજી ઉઠ્યો હતો. લાભાર્થી પરિવાર તરફથી પ્રભુભક્તોને પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.વિશાળ સભાને પં.રાજરક્ષિતવિજયજીએ જણાવ્યું કે, ગિરનાર મહાતીર્થ પર શ્રી નેમિનાથ પ્રભુના દીક્ષા, કેવલ અને મોક્ષ કલ્યાણક થયા છે.

કોઈક કારણસર આ મહાતીર્થ ઉપેક્ષિત થયેલ ત્યારે સહસાવન તીર્થોદ્રારક તપસ્વી સમ્રાટ પૂ.આ. હિમાંશુસૂરિજી મહરાજાએ ગિરનાર તીર્થના ઉત્કર્ષ અને સંરક્ષણ માટે અથાગ પરિશ્રમ લીધો હતો. જેના કારણે શ્રી નેમિનાથ પ્રભુની દીક્ષા, કેવળજ્ઞાન કલ્યાણક ભૂમિને સુરક્ષિત રાખવા આપણે સમર્થ બન્યાં છીએ. આ.ધર્મરક્ષિતસૂરિજી, આ.હેમવલ્લભસૂરિજી આ ગુરુ શિષ્યે ગિરનાર તીર્થને વિશ્વભરમાં ગુંજતો કરી દીધો છે. હજારો યુવાનો નેમિપ્રેમી બનીને પ્રભુભક્તિમાં ઓળઘોળ બન્યાં છે.
શ્રીકૃષ્ણ અને નેમિકુમાર કઝિન ભાઈ શ્રી નેમિનાથ પ્રભુનું બ્રહ્મચર્ય અતિ નિર્મળ હતું. શ્રીકૃષ્ણ અને નેમિકુમાર કઝીન ભાઈઓ હતાં. પશુઓનો પોકાર સાંભળીને લગ્ન કરવાનું કેન્સલ કર્યું. સર્વજીવોને અભયદાન આપવાનું નક્કી કરીને દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો. તા.૩૦ જુલાઈ શ્રી નેમિ દીક્ષા કલ્યાણક નિમિત્તે સવારે ૭:૧૫ કલાકે ભવ્ય સ્ટેજ પ્રોગ્રામ થશે.

For more details… Contact 9322529232 / 9324483455
