મુંબઈમાં ‘સો લોંગ વેલી’ નામની એક ફિલ્મના પ્રિમિયર વખતે મોડલ રુચિ ગુજ્જરે પ્રોડયૂસર સંજય સિંહને જાહેરમાં લાફો મારી દેતાં ભારે તમાશો સર્જાયો હતો.
રુચિના આરોપ મુજબ સંજય સિંહે તેને એક ટીવી પ્રોજ્કટમાં કામ આપવાનું કહી જુદા જુદા બહાને ૨૩ લાખ રુપિયા પડાવ્યા હતા. સંજય સિંહે તેને પ્રોડયુસર તરીકે ક્રેડિટ આપવાનું તથા નફામાં ભાગ આપવાનું પણ વચન આપ્યું હતું. જોકે, આ ટીવી પ્રોજેક્ટ ક્યારેય સાકાર થયો ન હતો અને સંજય સિંહે રુચિને ક્યારેય પૈસા પાછા આપ્યા ન હતા.

રુચિએ સંજય સિંહ સામે ૨૩ લાખની છેંતરપિંડીની ફરિયાદ પણ મુંબઈના ઓશીવારા પોલીસ મથકે નોંધાવી છે. બીજી તરફ ફિલ્મના એક કો પ્રોડયૂસર મન સિંઘે દાવો કર્યો હતો કે રુચિએ માત્ર પબ્લિસિટી સ્ટન્ટ માટે આ નાટક કર્યું છે. તેના દાવા મુજબ રુચિએ આ ફિલ્મની રીલિઝ અટકાવવા માટે કોર્ટમાં અરજી કરી હતી.

For more details… Contact 9322529232 / 9324483455
