મહારાષ્ટ્રના વનપ્રધાન અને સ્થાનિક ભાજપ ધારાસભ્ય ગણેશ નાઈક જણાવ્યું હતું કે નવી મુંબઈમાં પાણીની અછત ‘કેટલાક તત્ત્વો” દ્વારા કરવામાં આવતી ચોરી અને શહેરી વિકાસ વિભાગ હેઠળના મ્યુનિસિપલ વહીવટીતંત્રની ઉદાસીનતાને કારણે છે.
યોગાનુયોગ, શહેરી વિકાસ વિભાગ નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હાથ નીચે છે. નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન થાણે જિલ્લાનો એક ભાગ છે, જે શિંદેનો ગઢ છે.

“કેટલાક તત્ત્વો બારવી ડેમમાંથી નવી મુંબઈના રોજના ૪૦ મિલિયન લિટર (એમએલડી) પાણીના હકદાર હિસ્સાની ચોરી કરી રહ્યા છે. આ જ તત્વો પછી નવી મુંબઈવાસીઓ પર પાણી બચાવવા કે તેનો યોગ્ય ઉપયોગ ન કરવા બદલ દોષારોપણ કરે છે,” એમ તેમણે નાગરિક મુદ્દાઓ પર આયોજિત સમીક્ષા બેઠક દરમિયાન જણાવ્યું હતું.

For more details… Contact 9322529232 / 9324483455
