દીપક સોમૈયા –
નવી મુંબઈ એપીએમસી માર્કેટ બ્રોકર્સ વેલફેર એસોસિએશન દ્વારા શનિવાર તા.૧૯/૦૭/૨૦૨૫ ના રોજ વાશી નવી મુંબઈ શિવરાજ બેન્કવેટ હોલ, માથાડી ભવન ખાતે સ્વ.અરુણભાઈ ભીંડ હસ્તકનો કાર્યક્રમ તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન તેમજ માર્કેટના વિવિધ ઘટકોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત શ્રી માઘવાનંદજી મહારાજ (વૃંદાવન ધામ)ના હસ્તે દીપપ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાશીના અસંખ્ય વિદ્યાર્થીઓ, વાલીઓ તથા આમંત્રણને માન આપી દરેક સામાજના અગ્રણીઓ તથા મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતી રહી હતી. ત્યારબાદ આમંત્રિત મહેમાનોનું સન્માન કરવામા આવ્યું હતું.








સંસ્થા દ્વારા આપવામાં આવેલા સન્માન અનુક્રમે વેપારી રત્ન, દલાલ રત્ન, ગુમાસ્તા રત્ન, ગુમાસ્તા નારી રત્ન, માથાડી રત્ન અને ટ્રાન્સપોર્ટ રત્ન સામેલ હતા. આ પ્રસંગે આમંત્રિત મહેમાનોમાં શ્રી નરેન્દ્રભાઈ પાટીલ (માથાડી યુનીયન લીડર, માજી આમદાર), શ્રી નીતીનભાઈ પાંધી (કચ્છી લોહાણા મુંબઈ મહાજન પ્રમુખ), શ્રી વિજયભાઈ ભૂતા (APMC ડાયરેક્ટર, મસાલા માર્કેટ), શ્રી નીલેશભાઈ વીરા (APMC ડાયરેક્ટર, દાણાબંદર), શ્રી પરશોત્તમભાઈ કે. ઠક્કર (સાંગલી ટ્રેડિંગ, F/7), શ્રી મનોજભાઈ જમનાદાસ કોઠારી (“બા” ગ્રુપ દાણાબંદર), શ્રી ગોપાલજીભાઈ પલણ (આર.ગોપાલજી એન્ડ કું, D/13), શ્રી દીપકભાઈ ભરતભાઈ ઠક્કર (સાંઈ ગજાનંદ, D/54), શ્રી જગદીશભાઈ (જગદીશ ટ્રેડીંગ કું., F/52), શ્રી અમરીશભાઈ કિશોરલાલ બારોટ (મસાલા માર્કેટ, BJP વેપારી સેલ પ્રમુખ, D/62), શ્રી કમલેશભાઈ કરસનદાસ ઠક્કર (અક્ષર એગ્રી, દાણાબંદર, F/11), શ્રી મહમદીભાઈ (કીકાભાઈ ગુલામ હુસેન, B/33), શ્રી દીનેશભાઈ આર. દંગ (કંધાર ટ્રેડર્સ, F/51) શ્રી હીરાલાલભાઈ મૃગ ( સમાજ સેવક મુલુંડ…), ગુર્જરભૂમિ (ન્યુઝપેપર, ન્યુઝ ચેનલ, ન્યુઝ પોર્ટલ)ના તંત્રી શ્રી શાંતિલાલ રણછોડદાસ ઠક્કર જેવા અનેક માન્યવર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવો તેમજ માર્કેટના દરેક ઘટકોનું સન્માન કરવામાં આવ્યું હતું.







સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન એસોસિએશનના સેક્રેટરી શ્રી રાહુલભાઈ મેઘજી ઘુલ્લાએ કર્યું હતું. સંસ્થાના ચેરપર્સન સંધ્યાબેન અરુણભાઈ ભીંડ, વાઈસ ચેરમેન દિલીપભાઈ કાંતિલાલ મણીયાર અને એસોસિએશનના દરેક પદાધિકારીઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે સાથ સહકાર આપનાર સર્વેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


Click d link to join GURJARBHOOMI WHATS APP GROUP
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
