સાર્વજનિક પ્રવાસી પરિવહનના ભાગ રિક્ષા-ટેક્સીમાં વસ્તુ ભૂલાઈ જવાય કે ચોરી થાય તો પ્રવાસીઓ માટે એ શોધવી શક્ય થતું નથી. પણ હવે પરિવહન આયુક્તાલયે રિક્ષા-ટેક્સીમાં ભૂલાયેલી વસ્તુઓની ફરિયાદ નોંધાવવા, એ વસ્તુ શોધવા ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે.
શહેરમાં ટ્રાફિકજામ ઓછો કરવા સાર્વજનિક પરિવહનનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવે એ માટે પરિવહન આયુક્તાલય તરફથી વિવિધ પ્રવાસી કેન્દ્રમાં ઉપક્રમ અમલમાં મૂકવામાં આવે છે. રેલવે, એસટી, બેસ્ટમાં ખોવાયેલ વસ્તુની ફરિયાદ દાખલ કરવી, માહિતી આપવા સ્વતંત્ર યંત્રણા કાર્યાન્વિત છે. મહામુંબઈમાં દોડતા એપ આધારિત વાહન ચલાવતી કંપનીઓના મોબાઈલ એપ પર પણ ભૂલાયેલી વસ્તુની માહિતી નોંધાવી શકાય છે. મહામુંબઈમાં દોડતી રિક્ષા-ટેક્સીમાં પ્રવાસ કરતા પ્રવાસી તરફથી વસ્તુ ભૂલી ગયાની અનેક ફરિયાદ આરટીઓમાં મળે છે.

અનેક વખત જાગૃત પ્રવાસી રિક્ષા-ટેક્સીનો નંબર યાદ રાખીને ભૂલાયેલી વસ્તુ શોધવાનો પ્રયત્ન કરે છે. કેટલાક રિક્ષા-ટેક્સી ચાલક પોતે જ પ્રવાસીને તેની ભૂલાયેલી વસ્તુ પહોંચાડે છે. હવે પરિવહન આયુક્તાલય તરફથી સ્વતંત્ર વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. અંધેરી આરટીઓમાં એનું કેન્દ્રિય કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે જે ચોવીસ કલાક ખુલ્લુ રહેશે. પ્રવાસીઓને સહેલાઈથી યાદ રહે અને વિવિધ નંબરના લીધે સંભવિત ગરબડ ટાળવા એક જ ટોલ ફ્રી નંબર શરૂ કરવામાં આવ્યો છે એમ અપ્પર પરિવહન આયુક્ત ભરત કળસકરે જણાવ્યું હતું.

For more details… Contact 9322529232 / 9324483455
