ગે સંબંધમાં સાંતાક્રુઝના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ)ને બ્લૅકમેઈલ કરી વસૂલેલા ત્રણ કરોડ રૂપિયા મુખ્ય આરોપીએ ઓનલાઈન બૅટિંગ, કૉલ ગર્લ્સ અને વૈભવી જીવનશૈલી પાછળ ખર્ચ્યા હોવાનું તપાસમાં જણાયું હતું. સાંતાક્રુઝ પૂર્વના વાકોલા પરિસરમાં રહેતા સીએ રાજ લીલા મોરેએ ૧૨ જુલાઈએ તેના નિવાસસ્થાને ઝેર પીને કથિત આત્મહત્યા કરી હતી.

પોલીસને ત્રણ સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાંથી એકમાં રાહુલ પરવાની અને તેની ગર્લફ્રેન્ડ સબા કુરેશીને આત્મહત્યા માટે જવાબદાર ગણાવ્યાં હતાં. ગે સંબંધના વીડિયોની મદદથી બ્લૅકમેઈલ કરીને પરવાનીએ મોરે પાસેથી ત્રણ કરોડથી વધુ રૂપિયા વસૂલ્યા હતા. પરવાનીએ પૂછપરછમાં દાવો કર્યો હતો કે આ રકમ તેણે ઓનલાઈન બેટિંગ અને કૉલ ગર્લ્સ પાછળ ખર્ચી હતી. મોરે પાસેથી મળેલા રૂપિયામાંથી તે પૉશ હોટેલ્સમાં પણ રહ્યો હતો. જોકે જે વીડિયોને આધારે મોરેને બ્લૅકમેઈલ કરવામાં આવતો હતો એવો કોઈ વીડિયો આરોપીના મોબાઈલ ફોનમાંથી મળ્યો નહોતો. પોલીસે પરવાની અને કુરેશીના ફોનને ડિલિટ કરેલા ડેટા પાછા મેળવવા માટે ફોરેન્સિક લૅબોરેટરીમાં મોકલી આપ્યા હતા.

For more details… Contact 9322529232 / 9324483455
