રાજ્ય વિધાનમંડળના ચોમાસુ સત્ર દરમિયાન સોમવારે મુંબઈ અને મહારાષ્ટ્રમાં અનધિકૃત બાંધકામો સામે વિધાનસભ્યોએ બંને ગૃહમાં સવાલો ઉઠાવ્યા હતા. આ મામલે વિધાનસભામાં બોલતાં, ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ કહ્યું, હું મુંબઈ મહાપાલિકા કમિશનરને વિવિધ વિસ્તારોમાં અનધિકૃત બાંધકામોની યાદી બનાવવાનો નિર્દેશ આપું છું, અમે આવાં બાંધકામોને વર્ગીકૃત કરીશું અને નિયમો મુજબ કાર્યવાહી કરીશું. જો કોઈને ખોટી રીતે બચાવવામાં આવી રહ્યા છે, તો અમે તપાસ કરીશું અને તેની સામે કાર્યવાહી કરીશું.
રાજ્ય અને મુંબઈ શહેરમાં અનધિકૃત બાંધકામોનો મુદ્દો વધી રહ્યો છે, અનધિકૃત બાંધકામના કિસ્સાઓમાં સંબંધિત અધિકારીને જવાબદાર ઠેરવવાનો કાયદો છે. જોકે, તેનો કડક અમલ થતો હોય તેવું લાગતું નથી. આજ સુધી, તે કાયદા હેઠળ કોઈ પણ સંબંધિત અધિકારી કે કર્મચારી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જોકે, સરકાર અતિક્રમણ અને અનધિકૃત બાંધકામ સામે કાર્યવાહી કરવા માટે ગંભીર છે અને કાયદામાં છટકબારીઓ રોકવા માટે પગલાં લઈ રહી છે, એમ શહેર વિકાસ રાજ્ય મંત્રી માધુરી મિસાલે વિધાન પરિષદને માહિતી આપી હતી.

અનધિકૃત બાંધકામોને રોકવા માટે કાયદો પસાર કરવામાં આવ્યો છે. જોકે, તેનો કડક અમલ થઈ રહ્યો નથી. ઉપરાંત, વિધાનસભ્ય સચિન આહિર, વિધાનસભ્ય અનિલ પરબ, વિધાનસભ્ય ભાઈ જગતાપ, વિધાનસભ્ય પ્રવીણ દરેકર, વિધાનસભ્ય સુનિલ શિંદેએ સોમવારે વિધાન પરિષદમાં એક મુદ્દો ઉઠાવ્યો હતો જેમાં સરકાર મુંબઈમાં વધી રહેલા અનધિકૃત બાંધકામો સામે કાર્યવાહી કરે. તેનો જવાબ આપતાં માધુરી મિસાલે જણાવ્યું હતું કે મુંબઈ શહેરમાં 7,951 અનધિકૃત બાંધકામો છે. આમાંથી 1,211 અનધિકૃત બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે, જ્યારે 2,115 કેસ કોર્ટમાં ચાલી રહ્યા છે, અને 169 કેસ કોર્ટના નિર્દેશો મુજબ સુધારણા માટે મોકલવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર કોઈ પણ અનધિકૃત બાંધકામ કે અધિકારીને સમર્થન આપશે નહીં એમ જણાવતાં મિસાલે જણાવ્યું હતું કે અનધિકૃત બાંધકામો બનાવવા બદલ સંબંધિતો સામે કેસ નોંધાયા છે. કેટલાક કેસ કોર્ટમાં ચાલી રહ્યા હોવાથી, અમે કાર્યવાહી કરી શકતા નથી. જોકે, રાજ્ય સરકાર તેમની સામે શું પગલાં લઈ શકાય તે જોવાનો પ્રયાસ કરી રહી છે. સુનિલ શિંદેના પ્રશ્નના જવાબમાં રાજ્ય મંત્રી મિસાલે જણાવ્યું હતું કે રઘુવંશી મિલમાં અનધિકૃત બાંધકામની તપાસ માટે નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળની એક સમિતિની નિમણૂક કરવામાં આવી છે.

For more details… Contact 9322529232 / 9324483455
