ઓટોરિક્ષાવાળા રિક્ષા ચલાવતી વખતે મોબાઇલમાં ગપાટા મારીને પેસેન્જરનો જીવ જોખમમાં મુકતા હોય છે. આવાં રિક્ષાચાલકોનો મોબાઇલમાં ફોટો પાડીને પછી ફોટા સાથે આરટીઓને ફરિયાદ કરવાની નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
અંધેરી આરટીઓ દ્વારા અવારનવાર રિક્ષા ચલાવતી વખતે મોબાઇલમાં વાત કરતા રિક્ષાવાળા પગલાં લેવામાં આવે છે. પરંતુ તેનું ધાર્યું પરિણામ નથી આવ્યું. હમણાં જ રિક્ષાના પ્રવાસીએ મોબાઇલમાં વાત કરતાં રિક્ષાચાલકોનો ફોટો પાડીને તરત આરટીઓમાં ફરિયાદ કરી હતી.

આ ફોટોના આધારે આરટીઓ અધિકારીએ રિક્ષાચાલકને પકડીને તેની પાસેથી અઢી હજાર રૃરિયાનો દંડ વસૂલ કર્યો હતો. એટલે પ્રવાસીઓ આ રીતે ફોટો પાડીને પુરાવા સહિત ફરિયાદ કરવા માટે આગળ આવે તો સત્તાવાળાને તાત્કાલિક સંબંધિત રિક્ષાચાલકને પકડીને દંડાત્મક કાર્યવાહી કરવામાં મદદ મળશે એમ આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું.
અંધેરી આરટીઓ કાર્યાલયમાં ૯૯૨૦૨૪૦૨૦૨ આ વોટ્સએપ નંબર ઉપર લોકોને ફરિયાદ કરવા જણાવાયું છે. ફરિયાદ કરતી વખતે રિક્ષાચાલકના ફોટા સાથે તારીખ, સમય, રિક્ષાનો નંબર લખવાનું જણાવાયું છે.

