કલ્યાણમાં છ જણનો ભોગ લેનારી ઈમારત દુર્ઘટના માટે ચોથા માળ પર ફ્લેટમાં ચાલતું અનધિકૃત કામ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. આ અંગે પોલીસે બેદરકારીથી મોત નીપજાવવા માટે ફ્લેટના માલિકની ધરપકડ કરી છે.કલ્યાણમાં ચાર માળની સપ્તશૃંગી ઈમારતમાં ચોથા માળના ફ્લેટમાં ફ્લોરિંગનું કામ ચાલી રહ્યું હતું. મંગળવારે બપોરે ઈમારતનો સ્લેબ તૂટી પડ્યો હતો, જેમાં બે વર્ષની બાળા સહિત છ જણનાં મોત થયાં હતાં. આ દુર્ઘટના પછી મંગળવારે મોડી રાત્રે ફ્લેટ નં. 401ના માલિક કૃષ્ણા લાલચંદ ચૌરસિયા (40)ની ધરપકડ કરવામાં આવી હતી. તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 (સદોષ મનુષ્યવધ), 125 (અન્યોના જાનમાલને જોખમમાં મૂકવું) ઉપરાંત મહારાષ્ટ્ર પ્રાદેશિક અને શહેર નિયોજન ધારા 1966ની સુસંગત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, એમ કોલસેવાડી પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ ગણેશ નાયડેએ જણાવ્યું હતું.
કલ્યાણમાં છ જણનો ભોગ લેનારી ઈમારત દુર્ઘટના માટે ચોથા માળ પર ફ્લેટમાં ચાલતું અનધિકૃત કામ જવાબદાર હોવાનું બહાર આવ્યું છે. આ અંગે પોલીસે બેદરકારીથી મોત નીપજાવવા માટે ફ્લેટના માલિકની ધરપકડ કરી છે.કલ્યાણમાં ચાર માળની સપ્તશૃંગી ઈમારતમાં ચોથા માળના ફ્લેટમાં ફ્લોરિંગનું કામ ચાલી રહ્યું હતું. મંગળવારે બપોરે ઈમારતનો સ્લેબ તૂટી પડ્યો હતો, જેમાં બે વર્ષની બાળા સહિત છ જણનાં મોત થયાં હતાં.

આ દુર્ઘટના પછી મંગળવારે મોડી રાત્રે ફ્લેટ નં. 401ના માલિક કૃષ્ણા લાલચંદ ચૌરસિયા (40)ની ધરપકડ કરવામાં આવી હતી. તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 (સદોષ મનુષ્યવધ), 125 (અન્યોના જાનમાલને જોખમમાં મૂકવું) ઉપરાંત મહારાષ્ટ્ર પ્રાદેશિક અને શહેર નિયોજન ધારા 1966ની સુસંગત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, એમ કોલસેવાડી પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ ગણેશ નાયડેએ જણાવ્યું હતું.
ચૌરસિયાએ પ્રશાસન પાસેથી પરવાનગી લીધા વિના જ ફલોરિંગનું કામ અનધિકૃત રીતે શરૂ કર્યું હતું, એમ તેમણે જણાવ્યું હતું. દરમિયાન ઈમારતનો સ્લેબ તૂટી પડ્યા પછી બાકી ઈમારત પણ વસાહત માટે સુરક્ષિત નહીં હોવાથી બાકી ઈમારત પણ તોડી પાડવામાં આવી છે, એમ કલ્યાણના સબ- ડિવિઝનલ ઓફિસર વિશ્વાસ ગુજરે જણાવ્યું હતું. 30 વર્ષ જૂની આ ઈમારત કલ્યાણ પૂર્વમાં ગીચ વસતિ વચ્ચે સ્થિત છે. જોકે વરસાદમાં રહેવા માટે ખતરનાક તરીકે આ ઈમારતને ઘોષિત કરાઈ નહોતી, એમ તેમણે જણાવ્યું હતું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
