દર વર્ષની જેમ આ વર્ષે પણ બીએમસી દ્વારા પ્રી-મોનસુન કામગીરી હાથ ધરવામાં આવી હતી. એમાં ચોમાસામાં પાણી ન ભરાય એ માટે નાળાંની સફાઈનું કામ ખૂબ જ અગત્યનું માનવામાં આવતું હોવાથી કરોડો રૂપિયા નાળાં અને ટ્રેનેજની સફાઈ માટે વાપરવામાં આવ્યા છે એટલું જ નહીં બીએમસીએ આશરે ૮૦ ટકા કામ પૂરું થયું હોવાનો પણ દાવો કર્યો છે. જોકે વાસ્તવિકતા અલગ હોવાનું જોવા મળ્યું છે.
મુલુંડ વેસ્ટ અને ઈસ્ટનાં નાળાંઓની સફાઈ હજી સુધી શરૂ કરવામાં આવી નથી. હાલમાં નાળાં અને ડ્રેનેજ ચોકઅ૫ હોવાથી આવતા વખતમાં પાણી ભરાવાની મોટી શક્યતા હોવાનું કહેવાય છે. ચોમાસાના આગમન પહેલાં નાના-મોટા નાળાંને સાફ કરવા માટે બીએમસીએ આ વર્ષે ૨૩૫ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ તમામ નાળાં અને ગટરોની સફાઈ ૩૧ મે પહેલાં પૂરી થઈ જશે એવા વાયદો કરવામાં આવ્યો છે પરંતુ કામ અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી દર રવિવારે રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું
https://chat.whatsapp.com/IiegbNAZmfo4K6mATvrZP8
For more details… Contact 9322529232 / 9324483455
